શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 23 નવેમ્બર 2019 (11:00 IST)

મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો ઉલટફેર, દેવેન્દ ફડણવીસે સીએમ અને અજિત પવારે ડિપ્ટી સીએમ પદની શપથ લીધી

મહારાષ્ટ્રની રાજનેતિમાં શનિવારે એક મોટો ઉલટફેર જોવા મળી છે.  મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશયારીએ દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી પદની શપથ અપાવી. દેવેન્દ્ર ફડણવીસ સાથે શરદ પવારે ભત્રીજા અજિત પવારે પણ ડિપ્ટી સીએમ પદની શપથ લીધી છે. 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારને મહારાષ્ટ્રના ક્રમશ મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી પદની શપથ લેવા પર શનિવારે શુભેચ્છા પાઠવી. પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને વિશ્વાસ અપાવ્યો કે બંને નેતા મહારાષ્ટ્રના વિકાસ માટે કામ કરીશુ. ગૃહ મંત્રી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહે દેવેન્દ્ર ફડણવીસને સીએમ અને અજીત પવારને ડિપ્ટી સીએમ બનવા પર શુભેચ્છા આપી 
 
 
આ વાત ત્યારે સામે આવી જ્યારે શરદ પવારે ખુદ ટ્વિટ કરીને સાર્વજનિક રીતથી કહી દીધું કે, ‘એનસીપી અજિત પવારનાં રાજકીય નિર્ણયનું સમર્થન નથી કરતુ. આ તેમનો વ્યક્તિગત નિર્ણય છે.’ તેમણે બીજા ટ્વિટમાં કહ્યું કે, ‘મહારાષ્ટ્ર સરકારને ભાજપ બનાવવા માટે અજિત પવાર દ્વારા સમર્થન કરવામાં આવવું તે તેમનો વ્યક્તિગત નિર્ણય છે, ના કે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીનો. અમે એ કહેવા ઇચ્છીએ છીએ કે અમે તેમના નિર્ણયનું સમર્થન કરતા નથી.’
 
અજિત પવારે દગો કર્યો: તારિક અનવર
 
શરદ પવાર પહેલા રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીનાં નેતા નવાબ મલિકે પણ કહ્યું કે, “પાર્ટી અધ્યક્ષ શરદ પવાર મહારાષ્ટ્રમાં શનિવારનાં બનેલી સરકારથી નારાજ છે.” તો શરદ પવારનાં જૂના સહયોગી તારિક અનવરે પણ નિવેદન આપતા કહ્યું કે, “અજિત પવારે દગો કર્યો છે.”
 
શરદ પવારે હાથ ઊંચા કરી દીધા
 
સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે અજિત પવાર સાથે એનસીપીનાં 22 ધારાસભ્યોએ બીજેપીનું સમર્થન કર્યું છે. પ્રફુલ્લ પટેલે પણ કહ્યું છે કે, “શરદ પવારને આ નિર્ણયથી કોઈ લેવા-દેવા નથી.” શરદ પવારે શિવસેનાનાં પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી છે. શરદ પવારે કહ્યું કે, “અજિત પવારનાં આ નિર્ણયની પાછળ ક્યાંય પણ એનસીપી નથી. આ આખા ઘટનાક્રમમાં ક્યાંય પણ એનસીપી નથી. અજિત પવારે પાર્ટીને તોડવાનું કામ કર્યું છે.”