શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 21 નવેમ્બર 2019 (10:47 IST)

મોદી સરકારનો મોટો નિર્ણય, બીપીસીએલ સહિત 5 કંપનીઓમાં હિસ્સો વેચશે, વિપક્ષ સંસદમાં ઘેરાવ કરી શકે છે

નવી દિલ્હી- કેંદ્ર સરકારએ બુધવારે નિજીકરણના સૌથી મોટા પગલાના કારણે બ્લૂ ચિપ તેલ કંપની બીપીસીએલ સાથે 5 સરકારી કંપનીઓમાં ભાગીદારી વેચવાની મંજૂરી આપી. આર્થિક બાબતોથી સંકળાયેલી કેબિનેટ કમેટીની બેઠક સકકારએ 5 સરકારી કંપનીને પૂરી રીતે વેચવાનો ફેસલો કર્યું છે. મોદી સરકારના આ ફેસલાને લઈને વિપક્ષ સંસદમાં હંગામો કરી શકે છે. આ ત્યારે સુધી સ્પષ્ટ નથી થયું છે. આ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓનું ભવિષ્ય કેવું હશે?
 
સંસદના શિયાળુ સત્રમાં સરકારના નિર્ણયનો વિરોધ હોવાનું માનવામાં આવે છે. સંસદમાં કોંગ્રેસ અને લેફ્ટ સહિતના તમામ વિપક્ષી પક્ષો આ નિર્ણયનો સખત વિરોધ કરશે. માનવામાં આવે છે કે આજે સંસદના બંને ગૃહોમાં વિપક્ષ આ મામલો ઉઠાવી શકે છે.
 
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડનું નામ વેચવાનું નક્કી કરવામાં આવેલી 5 કંપનીમાં સૌથી મહત્વનું છે. તે દેશની બીજી સૌથી મોટી પેટ્રોલિયમ કંપની છે. બીપીસીએલ, સરકારની મહત્વની કંપનીઓમાંથી એક, તેલ ક્ષેત્રમાં કામ કરતી એક મહત્વપૂર્ણ સરકારી કંપની છે.
મોદી સરકારે કંપનીમાં બાકીનો 53.29 ટકા હિસ્સો સંપૂર્ણ વેચવાનો નિર્ણય લીધો છે. આની સાથે કંપનીનું સંચાલન અને માલિકી પણ સરકારના નિયંત્રણમાંથી નીકળી જશે અને તેને ખરીદતી ખાનગી કંપનીના હાથમાં જશે.
 
જોકે, આસામના ન્યુમાલિગગઢમાં કંપનીની રિફાઇનરી વેચવામાં આવશે નહીં. આ રિફાઇનરી બીજી સરકારી કંપનીને સોંપવામાં આવશે. કંપનીને વેચવા માટે હરાજીની પ્રક્રિયા અપનાવવામાં આવશે.
આ ઉપરાંત સરકાર શિપિંગ કોર્પોરેશન ઑફ ઈન્ડિયામાં બાકીના. 63.75ટકા હિસ્સો પણ વેચવા જઈ રહી છે, કંપનીનું મેનેજમેન્ટ પણ ખાનગી હાથમાં સોંપવામાં આવશે.
 
સરકારે ખાનગી હાથના નિયંત્રણ હેઠળ રેલવેથી જોડાયેલી કંપની કન્ટેનર કોર્પોરેશન ઑફ ઈન્ડિયાની માલિકી અને સંચાલન આપવાનું પણ નક્કી કર્યું છે. જો કે, સરકાર કંપનીમાં તેનો સંપૂર્ણ હિસ્સો વેચશે નહીં અને 24 ટકા હિસ્સો જાળવી રાખશે.
સરકારની કંપની ખરીદશે: જો કે, આ 5 કંપનીમાંથી 2 કંપનીઓ એવી છે કે એક મોટી સરકારી કંપની એનટીપીસી ખરીદશે. આ બંને કંપનીઓ વીજ ઉત્પાદનના ક્ષેત્રની છે. એનટીપીસી જે બે કંપની ખરીદશે તેમાં ટિહરી હાઇડલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ અને નોર્થ ઇસ્ટર્ન પાવર કોર્પોરેશન શામેલ છે.
ટેલિકોમ કંપનીઓને રાહત: સરકારી ટેલિકોમ
કંપનીઓને આગામી 2 વર્ષ માટે સ્પેક્ટ્રમ ફીની ચુકવણી મુલતવી રાખવાની મંજૂરી. તેઓએ આગામી બે નાણાકીય વર્ષો માટે માત્ર વ્યાજ ચૂકવવું પડશે. આ નિર્ણયથી ભારતી એરટેલ, વોડાફોન-આઇડિયા અને રિલાયન્સ જિઓને 2020-21 અને 2021-22માં કુલ રૂ. 42,000 કરોડની રાહત મળશે.