મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 20 નવેમ્બર 2019 (13:02 IST)

નિત્યાનંદ આશ્રમમાં ઇમિગ્રેશન વિભાગ દ્વારા વિદેશી વિદ્યાર્થીઓ અંગે તપાસ

હાથીજણ  પાસેના નિત્યાનંદ આશ્રમમાંથી યુવતી ગુમ અને બાળકોને ગોંધી રાખવાના પ્રકરણનો વિવાદ વધી રહ્યો છે, આજે ઇમિગ્રેશન વિભાગે પણ આશ્રમમાં  વિદેશના કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેની તપાસ શરૂ કરી છે.  તો વિવેકાનંદનગર  પોલીસે પણ બાળકોને ગોંધી રાખવાના  અને લાપત્તા યુવતીની તપાસનો ધમધમાટ શરૂ કરીને આશ્રમના ૨૧ વિદ્યાર્થીઓના નિવેદનો લેવાની પ્રક્રિયા હાથ ધરી છે. આ કેસની વિગત એવી છે કે તામીલનાડુના વતની અને હાલમાં એસ.પી.રિંગ રોડ, ઝુંડાલ ખાતે વિવાન ઇન્ફેનેટીમાં રહેતા જનાર્દન રામકૃષ્ણ શર્માએ વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં હાથીજણ પાસે હિરપુર ખાતેના નિત્યાનંદ આશ્રમના સ્થાપક સ્વામી નિત્યાનંદ અને પ્રાણ પ્રિયા તથા માં પ્રિતતત્વા સામે પોતાની પુત્રી ગુમ અને બાળકો પાસે બાળ મજૂરી કરાવી ગાળો બોલવામાં આવતી હતી. એટલું  જ નહી શિક્ષા તરીકે માર મારવામાં આવતો હતો અને આશ્રમથી અપહરણ કરીને પુષ્પક સિટી ખાતેના મકાનોમાં બે સપ્તાહ સુધી ગોધી  રાખીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો  ફરિયાદમાં આક્ષેપ કર્યો છે. આ ઘટના  અંગે એસીપી કે.ટી.કામરીયાના જણાવ્યા મુજબ આશ્રમમાં અભ્યાસ કરતા ૨૧ વિદ્યાર્થીઓના નિવેદનો લેવામાં આવી  રહ્યા છે. જેમાં શિક્ષાના નામે બાળકોને ધમકાવવામાં કે  પછી મારવામાં આવે છે કેમ આશ્રમ દ્વારા વિદ્યાર્થીઓને પુષ્પક સિટી ખાતે લઇ જવામાિં આવે છે કે કેમ તેમજ ફરિયાદીના ગુમ પુત્રી અંગે પણ પોલીસ દ્વારા આશ્રમમ સંચાલકોની પૂછપરછ કરવામાં આવી છે. બીજીતરફ બાળકોેને ગોંધી રાખવાના  આક્ષેપને લઇને આજે ઇમિગ્રેશન વિભાગે પણ આશ્રમમાં તપાસ કરતાં  મલેશિયા અને અમેરિકાના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાનું બહાર આવ્યું છે તેમના આશ્રમ તરફથી કોઇ હેરાનગતિ કરવામાં આવે છે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. ગુમ યુવતી વિડિયો કોલથી વાત કરી રહી છે પોલીસ દ્વારા આ યુવતીને હાજર કરાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમજ ફરયાદીની મોટી દિકરી કયા દેશમાં છ ેતેની તપાસ પણ ઇમિગ્રેશન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. તો ફરિયાદી દ્વારા આશ્રમના સંચાલકો સામે જે આક્ષેપો થયા છે તે સ્વામિ નિત્યાનંદ, પ્રાણપ્રિયા તથા માં પ્રયતત્વા સહિત લોકોની પણ અમદાવાદ જિલ્લા પોલીસ દ્વારા કોલ ડિટેઇલ આધારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.