સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 20 નવેમ્બર 2019 (12:20 IST)

નિત્યનંદિતાએ ફેસબુક પર વીડિયો અપલોડ કરી ગૃહમંત્રી અમિત શાહના પુત્રના નામનો ઉલ્લેખ કર્યો

અમદાવાદના નિત્યાનંદ આશ્રમની નિત્યાનંદિતાએ સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કર્યો છે. છેલ્લા અનેક સમયના ઘટનાક્રમ અંગે વર્ણન કરતા આ વીડિયોમાં નિત્યનંદિતાએ ગૃહમંત્રી અમિત શાહના પુત્ર જય શાહનો ઉલ્લેખ કરીનો સૌને ચોંકાવી દીધા છે. તેણે આ વીડિયોમાં પોતાના પિતા તેને કેવી રીતે ધમકી આપે છે તે વિશે ઉલ્લેખ કર્યો છે. તેણે કહ્યું કે, મારા પિતાના મને કહે છે કે, તેઓના બહુ પોલિટિકલ કોન્ટેકટ છે. અમિત શાહના પુત્ર સાથે પણ કોન્ટેકટ છે. એટલે ચિંતા ના કરે. તેઓ મને સ્વામી નિત્યાનંદ સામે પોક્સો એક્ટ મુજબ ફરિયાદ નોંધવાનું કહે છે. આ બધી વાતો સાંભળવી યોગ્ય ન લાગતા મેં ફોન કટ કરી નાખ્યો
હતો.’નિત્યનંદિતાનું ફેસબુક પર મા નિત્યનંદિતા નામની એકાઉન્ટ છે. જ્યાં તેણે આજે સવારે એક વીડિયો શેર કર્યો છે. તેણે પોતાના પિતા જનાર્દન શર્માના વર્તનમાં એકાએક આવેલા ફેરફરનો ઉલ્લેખ વીડિયોમાં કર્યો છે.  
તેણે વીડિયોમાં પોતાના પિતા વિરુદ્ઘ  કહ્યું કે, હવે બધુ બહુ જ વધી ગયું છે. જનાર્દને હાઈકોર્ટમાં હેબિયર્સ કોર્પસ દાખલ કરી છે. તે મને અને સંસ્થાને ધમકી આપી રહ્યો છે. તે મને સતત ધમકી આપી રહ્યો છે. હુ શોક્ડ છું, કારણ કે જર્નાદન કંઈ પણ કરી શકે છે. તે મને સતત સ્વામી સામે પોસ્કો એક્ટમાં ફરિયાદ દાખલ કરવા કહી રહ્યો છે. તે મને સતત કહી રહ્યો છે તે તેના અનેક મોટા રાજકીય લોકો સાથે સંપર્ક છે. તેણે એમ પણ કહ્યું કે, અમિત શાહનો પુત્ર પણ મને સારી રીતે ઓળખે છે. તે મને સતત કહી રહ્યો છે કે તે આ બધાનો ઉપયોગ કરી શકે છે.  
નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે સગીર બાળકો ગુમ થવા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ 2 સાધ્વીઓની ધરપકડ કરી છે. આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા સહિત 2ની ધરપકડ કરાઈ છે. બંનેની સગીરાનું અપહરણ કરી ગેરકાયદેસર ગોંધી રાખવાના ગુના હેઠળ ધરપકડ કરાઈ છે.અમદાવાદ નિત્યાનંદ આશ્રમ કેસમાં યુવતીના પિતા જનાર્દન શર્મા બેંગ્લોરના નિત્યાનંદ પીઠમમાં સેવા આપતા હતા. તેમના પત્ની પણ સેવામાં જોડાયેલા હતા. મોટી પુત્રી લોપામુદ્રાને બે વર્ષ અગાઉ બેંગ્લોરના સંચાલકોએ વિદેશ મોકલી હતી.