બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 20 નવેમ્બર 2019 (17:01 IST)

ગુજરાતમાં ઐતિહાસિક સ્થાપત્યોને દત્તક લેવા કોઇ તૈયાર નથી

દર વર્ષે ઐતિહાસિક ધરોધર સમાન શિલ્પ સૃથાપત્યો વિશે મોટી મોટી વાતો કરીને હેરિટેજ વીકની ઉજવણી કરવામાં આવે છે પણ વાસ્તવિકતા કઇંક અલગ છે કેમકે, આજેય ગુજરાતમાં ઘણાં ઐતિહાસિક સૃથળો જાળવણી વિના ખંડેર હાલતમાં પડી રહ્યાં છે. ઇતિહાસને રજૂ કરતાં શિલ્પ સૃથાપત્યો વિશે લોકો માહિતગાર બને અને ઐતિહાસિક વિરાસતોની જાળવણી થાય તે હેતુસર કેન્દ્ર સરકારે એડોપ્ટ એ હેરિટેજ યોજના લોન્ચ કરી હતી. ગુજરાતમાં ય આ યોજનાને ઝાઝો પ્રતિસાદ સાંપડયો નથી.આજે આખાય ગુજરાતમાં સમ ખાવા પુરતી માત્ર ચાર ઐતિહાસિક સૃથળોને દત્તક અપાયાં છે. 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૭માં એડોપ્ટ એ હેરિટેજ યોજના લોન્ચ કરી હતી. આ યોજનાનો હેતુ એ હતોકે, ઐતિહાસિક વિરાસતોની જાળવણી થાય. ખાસ કરીને સંસૃથાઓ,કોર્પોરેટ કંપનીઓ આ અમૂલ્ય શિલ્પ સૃથાપત્યોને દત્તક લઇને સારસંભાળ રાખે. કેન્દ્ર સરકારનો હેતુ એ પણ હતોકે, સરકારી એજન્સી કરતાં ખાનગી સંસૃથાઓ,કોર્પોરેટ કંપનીઓ હેરિટેજ સૃથાપત્યની સારી રીતે જાળવણ કરી શકશે. વિવિધ કાર્યક્રમ યોજીને પ્રવાસીઓને આકર્ષી શકશે. નજીવા દરે ટિકિટ લઇને જે તે રાજ્યમાં શિલ્પ સૃથાપત્યોના ઇતિહાસ વિશે લોકો જાણકારી મેળવે તેવી સુદઢ વ્યવસૃથા કરશે.
આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાની ગાઇડલાઇન મુજબ હેરિટેજ સૃથાપત્યોની જાળવણી કરવા નક્કી કરાયુ હતું તે મુજબ ભારતમાં દિલ્હીમાં લાલકિલ્લાથી માંડીને ઘણાં ઐતિહાસિક સૃથળો કોર્પોરેટ કંપનીઓને દત્તક અપાયાં છે પણ ગુજરાતમાં કોઇ કોર્પોરેટ કંપની,ઉદ્યોગપતિ કે ખાનગી સંસૃથા આ અમૂલ્ય વિરાસતોની જાળવણી કરવા આગળ આવ્યુ નથી.ગુજરાતમાં કુલ મળીને  ૨૧૪ ઐતિહાસિક સૃથળો છે જેમાં ય અમદાવાદ શહેરમાં જ ૫૮ પૌરાણિક-ઐતિહાસિક વિરાસતો છે. જેને જોવા માટે હજારો પ્રવાસીઓ દેશવિદેશથી ગુજરાત આવે છે. સરખેજ રોઝા,જામા મસ્જિદ,સિદી સૈયદની જાળી,ત્રણ દરવાજા,અડાલજની વાવ સહિતના સૃથાપત્યો અમદાવાદની આગવી ઓળખ છે. ગુજરાતમાં અન્ય ઘણી એવી ઐતિહાસિક વિરાસતો છે જે ભારતના ટોપના ઐતિહાસિક ઇમારતોમાં સૃથાનમાં ધરાવે છે.
ટુરિઝમ કોર્પોરેશનને આ જવાબદારી સુપરત કરાઇ છે પણ નવાઇની વાત એછેકે, એડોપ્ટ એ હેરિટેડજ યોજનાને પ્રતિસાદ મળ્યો નથી.ગુજરાતના ઐતિહાસિક સૃથળો થકી પ્રવાસનને વેગ મળે તેમાં ટુરિઝમ વિભાગને જાણે રસ જ નથી. અત્યાર સુધીમાં માત્ર રાણકી વાવ-પાટણ, સૂર્ય મંદિર- મોઢેરા, ચાંપાનેર , બુધૃધની ગુફાઓ-જૂનાગઢ એમ ચાર ઐતિહાસિક સૃથળોને  એક કોર્પોરેટ કંપનીએ દત્તકે લીધા છે. આ સૃથળોએ લેસર લાઇટ શોથી માંડીને વિવિધ કાર્યક્રમ યોજી પ્રવાસીઓને આકર્ષવા આયોજન કરાયુ છે.આમ, એક તરફ, હેરિટેજ વીક ઉજવી લાખો રૂપિયાનો ધુમાડો કરાય છે પણ ઐતિહાસિક વિરાસતોની જાળવણી થાય તે દિશામાં કોઇ પ્રયાસ કરાતાં નથી પરિણામે વડાપ્રધાને લોન્ચ કરેલી એડોપ્ટ એ હેરિટેજ અભિરાઇએ ચડી છે.