શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 31 ઑક્ટોબર 2021 (10:40 IST)

ઉતરાખંડના ચકરાતામાં મોટી રોડ દુર્ઘટના કાર ખીણમાં પડી, 14 લોકોના મોત

ઉત્તરાખંડના ચકરાતા વિસ્તારમાં બાયલા ગામથી વિકાસનગર જઈ રહેલું એક યુટિલિટી વ્હીકલ ખાઈમાં પડી ગયું હતું. તેમાં 19 લોકો હતા. 14ના મોત નોંધાયા છે. બાકીના લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. ગ્રામજનો બચાવ કાર્યમાં જોડાયા છે. અત્યંત દુર્ગમ વિસ્તાર હોવાના કારણે રેસ્ક્યુ ટીમને અકસ્માત સ્થળે પહોંચવામાં સમય લાગી રહ્યો છે. બીજી તરફ માર્ગ અકસ્માતની માહિતી મળ્યા બાદ વિપક્ષના નેતા પ્રીતમ સિંહ તે દિશામાં રવાના થઈ ગયા છે.