ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 26 જૂન 2023 (11:35 IST)

Manipur Violence:મણિપુરમાં પોલીસની મોટી કાર્યવાહી

મણિપુરમાં પોલીસની મોટી કાર્યવાહી -Manipur Violence:મણિપુરમાં રાજ્ય પોલીસ અને કેન્દ્રીય દળોએ વિદ્રોહીઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. મણિપુરમાં છેલ્લા 24 કલાકમાં 12 બંકરો ધ્વસ્ત થયા છે. 
 
મણિપુર પોલીસ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે રાજ્ય પોલીસ અને કેન્દ્રીય દળોએ તામેંગલોંગ, ઇમ્ફાલ પૂર્વ, બિષ્ણુપુર, કાંગપોકપી, ચુરાચંદપુર અને કાકચિંગ જિલ્લામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને પહાડીઓ અને ખીણ બંનેમાં 12 બંકરોનો નાશ કર્યો હતો.