સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 26 જૂન 2023 (10:04 IST)

Odisha Accident: - બે બસો વચ્ચે ભીષણ ટક્કરમાં 10ના મોત

accident
Odisha Accident: ઓડિશાના ગંજમથી હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. અહીં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 10 લોકોના દુઃખદ મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઘટનાની જાણ થતાં પોલીસ-પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી, ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા, જ્યારે

મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા. માહિતી આપતાં ગજામ જિલ્લા મેજિસ્ટ્રેટ દિવ્યા જ્યોતિ પરિદાએ જણાવ્યું કે બે બસની ટક્કરમાં 10 લોકોનાં મોત થયાં છે. ઘાયલોને તાત્કાલિક MKCG મેડિકલ કોલેજમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. કેસની તપાસ ચાલી રહી છે. અમે ઘાયલોને તમામ શક્ય મદદ આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

તે જ સમયે, ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે ગંજમ જિલ્લામાં બસ દુર્ઘટનામાં લોકોના મૃત્યુ પર ઊંડું દુ:ખ વ્યક્ત કર્યું છે અને મૃતકોને 3 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે.