બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 4 જાન્યુઆરી 2024 (13:46 IST)

એઈમ્સમાં લાગી ભીષણ આગ

AIIMS, Delhi
દિલ્હી AIIMSમાં આજે સવારે એઈમ્સના ડાયરેક્ટરની ઓફિસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આ ભીષણ આગને કારણે ફર્નિચર અને ઓફિસના રેકોર્ડને ભારે નુકસાન થયું છે. દિલ્હી ફાયર સર્વિસના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર નથી. 
 
આગની જાણકારી તરત જ ફાયર વિભાગને આપવામાં આવી હતી, ત્યારબાદ 7 ફાયર ટેન્ડર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.  આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર નથી.