શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શનિવાર, 3 માર્ચ 2018 (15:47 IST)

Assembly Election 2018 LIVE Updates : ત્રિપુરાના વિજય ઉત્સવમાં જોડાયા અમિત શાહ, મેઘાલયને બચાવવા રાહુલે મોકલ્યા દૂત

Live updates

- અસમના શિક્ષા અને સ્વાસ્થ્ય મંત્રીએ શાહ અને ગાંધીના કામકાજની શૈલી વચ્ચે તુલના કરવા સંબંધી સવાલ પર સંવાદદાતાઓને કહ્યુ હુ કહીશ કે જો અમિત શાહ રાજનીતિમાં સ્નાકોત્તર વિદ્યાર્થી છે તો રાહુલ હજુ પણ નર્સરીમાં છે.  ઉલ્લેખનીય છે કે શર્મા લગભગ બે દસકા સુધી કોંગ્રેસમાં હતા અને લગભગ 15 વર્ષ સુધી તરુણ ગોગોઈના નેતૃત્વવાળી તત્કાલીન કોંગ્રેસ સરકારમાં મંત્રી હતા. તેઓ 2015માં બીજેપીમાં સામેલ થઈ ગયા. 
 
- બીજેપી અધ્યક્ષ અમિત શાહે ટ્વીટ કરી ત્રિપુરાના લોકોનો આભાર માન્યો. તેમણે ટવીટ કર્યુ બીજેપીને આટલુ મોટુ સમર્થન અપાવવા માટે હુ ત્રિપુરાના ભાઈ-બહેનોનો આભાર માનુ છુ.  આ પીએમ નરેન્દ્ર મોદીના વિકાસની રાજનીતિ અને ઉત્તર પૂર્વી ભારતના કલ્યાણ માટે તેમની પ્રતિબદ્ધતાની જીત છે. 

- બીજેપીએલ લેફ્ટને ત્રિપુરામાં હરાવીને તહલકો મચાવી દીધો છે. બીજેપીએ ધમાકેદાર પ્રદર્શન કરતા ત્રિપુરામાં 25 વર્ષથી સત્તારૂઢ માણિક સરકારને બહાર કરી દીધા છે. તેથી હવે સવાલ ઉઠે છે ત્રિપુરાની જવાબદારી કોને આપવામાં આવશે. જો કે બીજેપીએ અત્યાર સુધી તેના નામની જાહેરાત કરી નથી. પણ તેમના નામ પર મોહર લાગવી નક્કી છે. 
- ત્રિપુરામાં પલટી બાજી ચૂંટણી પંચ મુજબ BJP બહુમત તરફ 
- ચૂંટણી પંચ મુજબ ત્રિપુરાના પરિણામમા6 બીજેપીને બહુમત મળી. બીજેપી 30 અને 17 સીટો પર લેફ્ટ આગળ ચાલી રહી છે. 25 વર્ષ પછી ત્રિપુરામાં લેફ્ટની હાર થઈ શકે ક હ્હે. જો બીજેપી જીતી તો ફક્ત કેરલમાં લેફ્ટ સરકાર બચશે 
- ત્રિપુરાની ધનપુર સીટ પરથી મુખ્યમંત્રી માણિક સરકાર પાછળ ચાલી રહ્યા છે 
- પરિણામ મુજબ નાગાલેંડમાં બીજેપી સૌથી મોટી પાર્ટી બની. અન્ય ઉમેદવારો સાથ સરકાર બનાવવાની સ્થિતિમાં આવી ગઈ છે. નાગાલેંડમાં બધા 59 સીટોના પરિણામાવ્યા. બીજેપી+ 29, કોંગ્રેસ એક એનપીએફ 26 અને અન્ય ત્રણ આગળ છે. 
- કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી કિરણ રિજિજૂએ કહ્યુ નાગાલેંડની ચૂંટણી ખૂબ મહત્વની છે. અમે માનીએ છીએ કે નાગાલેંડમાં અમારી સરકાર બનશે.  અમારા ગઠબંધનને સારી સીટો મળશે. નાગાલેંડમાં કોંગ્રેસનુ નામોનિશાન નહી રહે.  નાગાલેંડમાં બીજેપી સાથે અન્ય દળ મળીને સરકર બનાવશે. રિજિજુએ કહ્યુ અમે બિન કોંગ્રેસી સરકાર બનાવવામાં સફળ થઈશુ. પૂર્વોત્તરના પરિણામથી આખા દેશમાં ફરક પડશે.  મોદી જીના નેતૃત્વમાં જે કામ થયુ છે તેનાથી પૂર્વોત્તરમાં મોટુ પરિવર્તન જોવા મળશે. 
- - ચૂંટણી આયોગ મુજબ ત્રિપુરામાં બીજેપી+ના ભાગે 48 ટકા વોટ શેયર અને લેફ્ટ+ના ભાગે 45 ટકા વોટ શેયર થતા જોવા મળી રહ્યા છે. 
- ત્રિપુરામાં એક વાર ફરી મેદાન ખુલ્યુ. બીજેપી અને લેફ્ટ વચ્ચે ટાઈ થઈ. 60 સીટોમાંથી અત્યાર સુધી 57 સીટોના પરિણામ સામે આવ્યા. બીજેપી 28 અને લેફ્ટ પણ 28 સીટો પર આગળ ચાલી રહી ક હ્હે. 
-લેફ્ટ માટે ત્રિપુરાથી સારા સમાચાર અત્યાર સુધીના પરિણામોમાં લેફ્ટને બહુમત મળતુ દેખાય રહ્યુ છે 60માંથી 57ના પરિણામ સામે આવ્યા બીજેપી+ લેફ્ટ 30 સીટ પર આગળ ચાલી રહી છે. 
- બીજેપીના પૂર્વોત્તર પ્રભારી રામ માઘવે કહ્યુ "ત્રણ રાજ્યોમાં નિર્ણય અમારા પક્ષમાં રહેશે. ઉત્તર પૂર્વના પરિણામ બીજેપી અને દેશ માટે સારા રહેશે. 
- મેઘાલયથી કોંગ્રેસ માટે રાહત ભર્યા સમાચાર છે. 60 સીટોમાંથી અત્યાર સુધી 39 સીટોના પરિણામ સામે આવ્યા બીજેપી ચાર કોંગ્રેસ 14 એનપીપી 12 સીટ પર આગળ ચાલી રહી છે. 
- ત્રિપુરાની 60 સીટોમાંથી 54 સીટોના પરિણામ સામે આવ્યા. અત્યાર સુધીના પરિણામોમાં બીજેપી અને લેફ્ટ વચ્ચે કાંટાની ટક્કર છે. લેફ્ટ 28 બીજેપી 25 કોંગ્રેસ એક સીટ પર આગળ ચાલી રહી છે. 
– ત્રિપુરાની ત્રણ સીટોના વલણ આવ્યા. ભાજપ બે સીટ પર આગળ.
– પશ્ચિમી ત્રિપુરાની ધનપુર સીટથી પ્રથમ વલણ આવ્યું. આ સીટ પર મુખ્યમંત્રી માણિક સરકાર ઉમેદવાર છે.
– ત્રિપુરામાં પ્રથમ વલણ લેફ્ટના ખાતામાં.
– નાગાલેન્ડથી આવ્યું પ્રથમ વલણ, ભાજપ માટે ખુશખબર. પ્રથમ વલણમાં ભાજપ આગળ.
– ત્રુપિરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં મતગણતરી શરૂ. થોડી વારમાં આવશે પ્રથમ વલણ
- કોગ્રેસ ઉમેદવારને જીતનો પૂરો વિશ્વાસ
- ત્રણેય રાજ્ય઼મા ચુસ્ત પોલીસ વ્ય઼વસ્થા, થોડીવારમાં મતગણતરી શરૂ
 

પૂર્વોત્તર ભારતના ત્રણ રાજ્યો-ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના 857 ઉમેદવારોના ભાગ્ય અંગે શનિવારે એટલે કે ત્રીજી માર્ચે ફેંસલો થનાર છે. ત્રણેય રાજ્યોમાં ચૂંટણી પરિમાણની જાહેરાત થનાર છે ત્રિપુરામાં 18 ફેબ્રુઆરી, મેઘલાય અને નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ મતદાન યોજાયું હતું. કડક સુરક્ષા વચ્ચે સવારે આઠ વાગે મતગણતરીનો આરંભ થશે
 
ત્રિપુરા ચૂંટણીમાં 91 ટકા મતદાન થયું હતું. મેઘાલય તથા નાગાલેન્ડમાં અનુક્રમે 67 ટકા અને 75 ટકા મતદાન નોંધાયું હતું. 60 સભ્યો ધરાવતી નાગાલેન્ડ વિધાનસભાની 59 બેઠકો માટે 193 ઉમેદવારો તથા ત્રિપુરાની વિધાનસભાની 60 બેઠકો માટે 292 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું.
 
મેઘાલયમાં વિધાનસભાની 60 બેઠકો માટે કુલ 372 ઉમેદવારો ચૂંટણી ભાગ્ય અજમાવી રહ્યા છે. રાજ્યમાં કોંગ્રેસે 59, એનપીપીએ 52, ભાજપએ 47, પીપલ ડેમોક્રેટિક પાર્ટીએ 13 અને અન્ય પક્ષોએ પણ ચૂંટણી માટે તેમના ઉમેદવારો ઊભા રાખ્યા હતાં.