શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શ્રીનગર , ગુરુવાર, 1 માર્ચ 2018 (10:12 IST)

ભારતીય સેનાએ સીઝફાયરનો આપ્યો જવાબ, 2 PAK સૈનિક ઠાર

. પાકિસ્તાને બુધવારે સીઝફાયરનું ઉલ્લંઘન કરતા જમ્મુ-કાશ્મીરના રાજૌરી, સુંદરબની, નૌશેરા, કલલ અને ખૌર સેક્ટરમાં નિયંત્રણ રેખા પાસે ગોળીબાર કર્યો. પાકિસ્તાને ભારતીય ચોકી અને રહેવાસી વિસ્તારને નિશાન બનાવ્યુ અને મોર્ટાર દાગ્યા. 
 
ભારતીય સેનાએ ફાયરિંગનો જડબાતોડ જવાબ આપતા પાકિસ્તાનના બે સૈનિક માર્યા ગયા. રાજૌરી સેક્ટર સાથે જોડાયેલ બોર્ડર પાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(PoK)ના ભીમબર સેક્ટરમાં ભારતીય સુરક્ષા બળોની જવાબી કાર્યવાહી કરી જેમા બે પાકિસ્તાની સૈનિક માર્યા ગયા.