શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 1 મે 2017 (17:02 IST)

પાકિસ્તાને સીઝફાયર કરી બે જવાનોના શરીર સાથે કરી બર્બરતા

પાકિસ્તાને એક વાર ફરી જમ્મુ-કાશ્મીરના પુંછ જીલ્લાના કૃષ્ણ ઘાટી સેક્ટરમાં એલઓસી બોર્ડર પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ છે. પાક તરફથી કરવામાં આવેલ આ ફાયરિંગમાં બે જવાન શહીદ થયા છે જ્યારે કે બે ઘાયલ છે. 
 
પાકિસ્તાની સૈનિકોએ ગોળીબાર કર્યો હતો. ભારતીય જવાનોએ એનો વળતો જવાબ આપ્યો હતો. એ ગોળીબારમાં ભારતના બે જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેઓ બાદમાં ઈજાને કારણે મૃત્યુ પામ્યા હતા. મૃતકમાં એક જવાન ભારતીય આર્મી ઓફિસર પરમજીત સિંહ હતા અને બીજા બોર્ડર સિક્યૂરિટી ફોર્સના હેડ કોન્સ્ટેબલ પ્રેમ સાગર હતા. પાકિસ્તાની લશ્કરે જમ્મુ અને કશ્મીરમાં નિયંત્રણ રેખા પર આવેલા સેક્ટરમાં ભારતીય પ્રદેશમાં રોકેટ્સ પણ ફાયર કર્યા હતા. એમણે ઓટોમેટિક શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો.
આ હુમલા વિશે સેનાનું નિવેદન આવ્યું છે કે વાત પાકિસ્તાને મૃત ભારતીય સૈનિકોના મૃતદેહ સાથે પણ ક્રુરતા આચરી છે અને એને ચુંથી નાખ્યા છે. મળતી માહિતી પ્રમાણે આ હરકત પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમની છે. આ મામલે સેના એસએસપી આર. પાંડેએ કહ્યું છે કે ‘સીમાપારથી સતત ફાયરિંગ થઈ રહ્યું હતું. ફાયરિંગના કારણે જવાનોના મોત થઈ ગયા છે અને આ મામલાની તપાસ ચાલી રહી છે.’
 
 
નોંધનીય છે કે ઇન્ડિયન આર્મી આના કારણે ગુસ્સામાં લાલઘૂમ થઈ ગઈ છે અને જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાનની આ હરકતનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.