મંગળવાર, 30 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 30 ડિસેમ્બર 2016 (12:20 IST)

ઝારખંડમાં માટી ઢસડવાથી 40 મજૂર ખાણમાં દબાયા, રેસ્ક્યૂ ટીમે 5ની બૉડી કાઢી

ઝારખંડના ગોડ્ડા જિલ્લાના લલમટિયા ખાતે આવેલ કોલસાની ખાણ ધસી પડવાથી મશિનો, ટ્રક સહિત 40-50 જેટલા મજૂરો ખાણમાં ઉંડે દબાઈ ગયા છે. આ ઘટના ગઈકાલે મોડી રાત્રે ઘટી હતી. રેસ્ક્યૂ ટીમે અત્યાર સુધી 5 મજૂરોની બોડી બહાર કાઢી છે. ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટનમાં 35 થી વધુ ડંપર સહિત 4 પે લોડર દબાય ગયા હતા. ઈસ્ટર્ન કોલ ફીલ્ડ લિમિટેડના આ પ્રોજેક્ટમા6 માઈનિંગનુ કામ મહાલક્ષ્મી કંપની તરફથી કરવામાં આવ્યા હતા. ખાણમાં 200 ફીટ સુધી ડીપ માઈનિંગ ચાલી રહી હતી. દુર્ઘટના પછી કાટમાળ ઢસડી પડ્યો. આ ખાણની અંદર જવાનો રસ્તો સંપૂર્ણ રીતે બંધ થઈ ગયો છે. મજૂરોને કાઢવાનું કામ ચાલુ.. 
 
- અંધારાને કારણે રાત્રે એક વાગ્યા સુધી બચાવ કાર્ય શરૂ નહોતુ થયુ. તેથી મેનેજમેંટ આ વિશે કશુ પણ બોલવાથી બચી રહ્યા છે. 
- બીજી બાજુ દુર્ઘટનાથી નારાજ સ્થાનીય લોકોએ પત્થરબાજી પણ કરી. 
- એવુ કહેવાય રહ્યુ છે કે પહાડિયા ટોલા સાઈટ પર છ મહિના પહેલાથી જ માટીમાં તિરાડ પડી ગઈ હતી. 
- ત્યારબાદ મજૂરોએ ત્યા કામ કરવાની ના પાડી દીધી હતી. પણ 27 ડિસેમ્બરના રોજ સીએમડી આર. આર. મિશ્રાની મુલાકાત પછી ફરીથી આ સાઈટ પર કામ શરૂ કરી દેવામાં આવ્યુ. 
- મહાલક્ષ્મી કંપની અને સુગદેવ અર્થ મૂવર્સના જીએમ સંજય સિંહનુ કહેવુ છે કે ખાણમાં દુર્ઘટના સમયે 7 ગાડીઓ હતી. કેટલા લોકો દબાયા તેની જાણ થઈ શકી નથી. 
- છ મહિના પહેલા પણ 20 કરોડના રોકાણની ડ્રિલ મશીન પણ ઢસડી ગઈ હતી. 
 
અંદરથી અવાજ આવી રહી છે અને કંપનીના લોકો ભાગી ગયા 
 
- ધારાસભ્ય અશોક ભગતે રાત્રે 12 વાગ્યે જણાવ્યુ - અંદરથી અવાજ આવી રહી છે. હુ નીચે માઈંસમાં ઉભો છુ. ચારે બાજુ અંધારુ છે. 
-  લાઈટ નથી. મેનેજમેંટના લોકો અહીથી ભાગી ગયા છે. માઈનિંગ કંપની પાસે રેસ્ક્યૂ ટીમ નથી. 
- પટનાથી એનડીઆરએફની ટીમ રવાના થઈ ગઈ છે. 
 
આમનો જીવ બચ્યો 
- બીજી બાજુ થોડી દૂર પર કામ કરી રહેલ ઈસીએલના માઈનિંગ સરદાર હેમનારાયણ યાદવ અને પંપ ખલાસી મહેન્દ્ર મુર્મુનો જીવ જેમ તેમ કરી બચી ગયો. 
- તેમની સારવર લલમટિયા હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે.  તેઓ વારે ઘડીએ એક જ વાત કહી રહ્યા છે કે ઘણા લોકો દબાય ગયા છે.