બુધવાર, 5 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 8 સપ્ટેમ્બર 2021 (17:05 IST)

ટેક્સટાઇલ સેક્ટરને મોદીની ભેટ

Ministry of Textile Sector
કેબિનેટે કાપડ ક્ષેત્ર માટે PLI યોજનાને મંજૂરી આપી છે. આ યોજના માનવસર્જિત ફાઇબર સેગમેન્ટ અને ટેક્નિકલ ટેક્સટાઇલ માટે છે. માનવસર્જિત ફાઇબર એપેરલ માટે 7,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે અને ટેક્નિકલ કાપડ માટે લગભગ 4,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. 
 
તેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે કાપડ કંપનીઓ વર્ષ -દર વર્ષે તેમનું ઉત્પાદન વધારશે, તે વધારાના આધારે સરકાર તેમને પ્રોત્સાહનો આપશે. ભારતના કાપડ ઉદ્યોગની વાત કરીએ તો હાલમાં કપાસનું યોગદાન 80 ટકા અને MMF નું યોગદાન માત્ર 20 ટકા છે. વિશ્વના અન્ય દેશો આ મામલે આપણા કરતા ઘણા આગળ છે. આવી સ્થિતિમાં આ સેગમેન્ટ અને સેક્ટરને પ્રોત્સાહન આપવાની જરૂર છે. PLI યોજના એક મજબૂત પગલું હશે.