શનિવાર, 21 સપ્ટેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 28 નવેમ્બર 2021 (13:15 IST)

મોદીએ કહ્યું- મને સત્તામાં રહેવાના આશીર્વાદ ન આપો, હું હંમેશા સેવામાં વ્યસ્ત રહેવા માંગુ છું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મન કી બાતના 83મા એપિસોડમાં રાષ્ટ્રને સંબોધન કર્યું હતુ. વડાપ્રધાને સંબોધન કરતા સ્વતંત્રતા અમૃત ઉત્સવનો ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં સંબોધન કરતા કહ્યું હતું કે બે દિવસ બાદ ડિસેમ્બર શરૂ થઈ રહ્યો છે. ડિસેમ્બર આવતા જ આપણે નવા વર્ષની તૈયારીઓ શરૂ કરી દઈએ છીએ. આ બધા પ્રસંગોએ હું દેશના સુરક્ષા દળોને યાદ કરું છું. 
 
તેમણે ઓસ્ટ્રેલિયામાં બનેલી વૃંદાવન ગેલેરીનો પણ ઉલ્લેખ કર્યો હતો મોદીએ સરકારી યોજનાઓનો લાભ લઈ રહેલા લોકો સાથે પણ વાત કરી હતી.
 
જ્યારે આવા જ એક વ્યક્તિ રાજેશ કુમારે મોદીને સત્તામાં બની રહેવા માટેના આશીર્વાદ આપ્યા હતા, ત્યારે મોદીએ કહ્યું કે મને સત્તામાં રહેવાના આશીર્વાદ ન આપો, હું હંમેશા સેવામાં વ્યસ્ત રહેવા માંગુ છું.
 
PM મોદીઃ કાર્ડ ન હોત તો તમને કેટલો ખર્ચ થયો હોત?
રાજેશ પ્રજાપતિઃ કાર્ડ ન હોત તો ઘણો ખર્ચ થયો હોત. તમે હંમેશા સત્તામાં રહો, તમે લાંબુ જીવન જીવો.
PM મોદી: મને સત્તામાં રહેવાના આશીર્વાદ ન આપો, હું હંમેશા સેવામાં જ વ્યસ્ત રહેવા માંગુ છું.