1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated :નવી દિલ્હી. , મંગળવાર, 22 એપ્રિલ 2025 (16:00 IST)

શુક્રિયા મોદી સાહેબ, સૂતેલી કોમને જગાવી દીધી, મુસ્લિમ નેતા મોહમ્મદ અદીબનુ મોટુ નિવેદન, જાણો આવુ કેમ કહ્યુ

Modi Speech
દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં વક્ફ સંશોધન વિરુદ્ધ મુસ્લિમ સંગઠનોએ બેઠક કરી. આ દરમિયાન પૂર્વ સાંસદ અને મુસ્લિમ નેતા મોહમ્મદ અદીબ કેન્દ્ર સરકાર પર જોરદાર નિશાના સાઘ્યો. મોહમ્મદ અદીબે કહ્યુ કે મોદી જી શુક્રિયા તમે એક સૂતેલી કોમને જગાવી દીધુ. અમે છેલ્લા 10-11 વર્ષોથી આમ તેમ જઈ રહ્યા હતા. પણ ઓલ ઈંડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે સૌને એક મંચ પર ભેગા કરી દીધા છે. આ કાળા કાયદા વિરુદ્ધ અમારે લડવાનુ છે.  
 
વક્ફની જમીન છીનવી લેવાથી કોનુ ભલુ થશે ?
પૂર્વ સાંસદ મોહમ્મદ અદીબે કહ્યુ કે સુપ્રીમ કોર્ટને જો પોતાની શાખ કાયમ રાખવી છે તો જે પોઈંટ પર સુપ્રીમ કોર્ટે વિરોધ બતાવ્યો તેના પર સંપૂર્ણ સ્ટે લાગે.  પણ અમારો મામલો સંપૂર્ણ વક્ફ બિલને લઈને છે. અદીબે કહ્યુ કે પીએમ મોદી કહી રહ્યા છે કે ગરીબોનુ ભલુ કરી રહ્યા છીએ. વક્ફની જમીન છીનવીને કોનુ ભલુ થઈ શકે છે.  
waqf war
waqf war
મુસ્લિમ નેતા મોહમ્મદ અદીબે કહ્યુ કે ઘણા હિન્દુઓને આ ખબર જ નથી કે અમારી સાથે શુ થઈ રહ્યુ છે. વક્ફ નો મામલો શુ છે. તેમની પાસે જાવ અને તેમને બતાવો. આ અમારી હત્યાનુ ષડયંત્ર છે. તમે તૈયાર રહો, નાની મીટિગ્સ કરો. બધાને બતાવો કે આ ગેરકાયદેસર વસ્તુ છે. બીજી બાજુ મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રવક્તા કાસિમ રસૂલે કહ્યુ કે અમે યૂપીમાં પણ વક્ફ વિરોધી કાર્યક્રમ કરીશુ. અમે રૂપરેખા તૈયાર કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે અમે સીએમ યોગી સાથે પણ પંજો લડાવીશુ. 
 
મૌલાના અરશદ મદનીનુ નિવેદન 
મૌલાના અરશદ મદની કાર્યક્રમમાં કોઈ કારણે આવી શક્યા નહી.. તેમનુ નિવેદન જમીયત ઉલેમા એ હિન્દના દિલ્હી મહાસચિવ મુફ્તી અબ્દુર રજિકે મંચ પરથી વાંચીને સભળાવ્યુ. આ દરમિયાન તેમણે કહ્યુ કે આ મહત્વપૂર્ણ સંમેલનમાં તે પોતે ભાગ લેવા માંગતા હતા પણ તબીયત બગડી જવાને કારણે  આવી શક્યા નહી. આ કાર્યક્રમની સફળતા માટે દુઆ કરુ છે. તેમણે કહ્યુ કે વક્ફની સુરક્ષાની લડાઈ અમારા અસ્તિત્વની લડાઈ છે અને વક્ફ સંશોધન કાયદો અમારા ધર્મમાં સીધી દખલગીરી છે. વક્ફ ને બચાવવુ અમારુ ધાર્મિક કર્તવ્ય છે.  મુસલમાન દરેક વસ્તુ સાથે સમજૂતી કરી શકે છે પણ અમારી શરીઅતમાં કોઈપણ પ્રકારની દખલગીરીને સહન કરી શકતુ નથી.  તેથી અમે વક્ફ કાયદા 2025ને સંપૂર્ણ રીતે રદ્દ કરીએ છીએ.