શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 17 જુલાઈ 2023 (11:16 IST)

MP Road Accident- MP: અકસ્માતમાં 6 મિત્રોના ઘટનાસ્થળે મોત

accident
Sagar accident-  સાગર જિલ્લામાં રવિવારે સાંજે એક દર્દનાક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે, જ્યારે એક મહિલાની હાલત ગંભીર છે. 
 
મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં  રવિવારે સાંજે એક ગંભીર દર્દનાક માર્ગ અકસ્માત થયો હતો  આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જિલ્લાના ચંતૌરિયા ટોલ પ્લાઝા પાસે એક કાર અને ટ્રક સામસામે ધડાકાભેર અથડાયા હતા, જેમાં 6 લોકોના મોત થયા છે. ટક્કર એટલી જોરદાર હતી કે, કારના ફુરચા ઉડી ગયા છે. અકસ્માત બાદ કારનો ગેટ તોડીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.
 
ઈજાગ્રસ્ત અમરદીપ દુબે ટ્રાવેલ્સ કંપનીના માલિક અને કોંગ્રેસ નેતા અમિત દુબેનો ભત્રીજો છે. અમર દુબે તેના 6 મિત્રો સાથે શાહપુર જઈ રહ્યો હતો. આ દરમિયાન તેમની કાર ચના ટૌરિયા ટોલ નાકા પર આગળ પહોંચતા જ બમ્હોરી ડૂંડરના પઠાર પર સામેથી ફુલ સ્પીડે આવી રહેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ... મળતા અહેવાલો મુજબ બંને વાહનોની ફુલ સ્પીડ જઈ રહ્યા હતા. કાર ટ્રક સાથે ધડાકાભેર અથડાયા બાદ કારના ફુરચા થઈ ગયા, જ્યારે ટ્રક રસ્તા પરથી ઉતરી એક ઝાડ સાથે અથડાઈ છે.
 
કારમાં ફસાયેલા ઈજાગ્રસ્તોને દરવાજો તોડીને બહાર કઢાયા છે. ઈજાગ્રસ્તને મકરોનિયાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા અમર દુબેની હાલત ગંભીર છે, જ્યારે તેના મિત્રો મુકેશ રૈકવાર (28), પંકજ રૈકવાર (35), ગણેશ રૈકવાર (42), પવન રૈકવાર (30), બ્રિજેશ ઠાકુર (35) અને અર્પિત જૈન (28)નું મોત થયું છે.