મુંબઈ એરપોર્ટ પર બોમ્બ હોવાની ધમકીનો ફોન આવ્યો, પોલીસ સતર્ક, કેસ નોંધાયો
એક અજાણ્યા વ્યક્તિએ મુંબઈ પોલીસને ફોન કરીને એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપી હતી. કોલ મળતાની સાથે જ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી અને એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.
પોલીસે ધમકી આપનાર વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. શરૂઆતની માહિતી મુજબ, કોલમાં હુમલાની તારીખ કે સમયનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો, પરંતુ આ બાબતને ગંભીરતાથી લેતા, સુરક્ષા એજન્સીઓ દરેક ખૂણાથી તપાસ કરી રહી છે.