રવિવાર, 1 ઑક્ટોબર 2023
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 8 જૂન 2023 (12:05 IST)

Mumbai murder: ટ્રી કટર વડે પહેલા લિવ-ઈન પાર્ટનરના શરીરના ટુકડા કરી, પછી કૂકરમાં ઉકાળીને મિક્સરમાં વાટ્યા

પોલીસે જણાવ્યું હતું કે, 56 વર્ષીય વ્યક્તિના ઘરમાંથી મળી આવેલા સડેલા શરીરના ભાગોને કારણે હત્યા ઓછામાં ઓછા બે દિવસ પહેલા કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી.
 
મુંબઈને અડીને આવેલા મીરા રોડ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક 56 વર્ષીય વ્યક્તિએ લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા તેના રૂમ પાર્ટનરની નિર્દયતાથી હત્યા કરી અને તેના શરીરના ટુકડા કરી નાખ્યા.
 
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આરોપીઓ મૃતદેહના ટુકડાને કુકરમાં નાખીને તેને ઉકાળતા હતા અને પછી તેને મિક્સરમાં પીસી લેતા હતા. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને ઘરમાંથી હત્યામાં વપરાયેલી તમામ સામગ્રી જપ્ત કરવામાં આવી છે.
 
વાસ્તવમાં આ ઘટના મીરા ભાયંદર ફ્લાયઓવર પાસે ગીતા નગર ફેઝ-7માં બની હતી. જ્યાં 56 વર્ષીય મનોજ સાને અને તેની રૂમ પાર્ટનર 32 વર્ષીય સરસ્વતી વૈદ્ય સાથે રહેતા હતા. આ કપલ છેલ્લા ત્રણ વર્ષથી અહીં લિવ-ઈન રિલેશનશિપમાં રહેતું હતું. બુધવારે (7 જૂન) આ બિલ્ડિંગમાં રહેતા પાડોશીઓને ઘરમાંથી અપ્રિય દુર્ગંધ આવવા લાગી, ત્યારપછી તેમણે નયાનગર પોલીસ સ્ટેશનને તેની જાણ કરી.
Edited By-Monica sahu