શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 6 જુલાઈ 2022 (16:01 IST)

Man Dies While Making Physical Relation: ગર્લફ્રેંડ કે સાથે સંબંધ બનાવતી વખતે યુવકનુ મોત, પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો

Nagpur Man Dies During Physical Relation: મહારાષ્ટ્રના નાગપુરમાં ગર્લફ્રેન્ડ સાથે સંબંધ બાંધતા  એક યુવકનું  મોત થયું હતું. યુવકની ઉંમર 28 વર્ષ જણાવવામાં આવી રહી છે. યુવકનું હાર્ટ એટેકના કારણે મોત થયું હતું. આ ઘટના રવિવારે નાગપુરથી લગભગ 40 કિલોમીટર દૂર સાઓનર સ્થિત એક હોટલમાં બની હતી.
 
તપાસમાં લાગેલી પોલીસે શું કહ્યું?
 
મૃતકની ઓળખ અજય પારતેકી તરીકે થઈ છે. અજય વ્યવસાયે ડ્રાઈવર અને વેલ્ડીંગ ટેક્નિશિયન હતો. કેસની તપાસમાં લાગેલી પોલીસનું કહેવું છે કે પરિવારના જણાવ્યા અનુસાર અજયને કેટલાક દિવસોથી તાવ હતો. રવિવારે સાંજે લગભગ 4 વાગ્યે, તે તેની મહિલા મિત્ર સાથે સાવનેરની એક હોટલ પર પહોંચ્યો, જ્યાં સેક્સ દરમિયાન તે પલંગ પરથી પડી ગયો અને રૂમમાં બેહોશ થઈ ગયો.
 
યુવકની મિત્ર આ ઘટનાથી ગભરાઈ ગઈ અને મદદ માટે તરત જ હોટલ સ્ટાફને બોલાવ્યો. જ્યારપછી તત્કાલ યુવકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યા ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. પોલીસના કહેવા મુજબ અજયના શરીર પર કોઈ શારીરિક ઘા ના નિશાન આવ્યુ નથી. 
 
સૂત્રોના જણાવ્યા મુજબ અજય અને યુવતી છેલ્લા 3 વર્ષથી રિલેશનશિપમાં હતા. પોલીસ મુજબ કપલ રવિવારે લગભગ 4 વાગે હોટલમાં આવ્યા હતા. યુવક જ્યારે તેની પ્રેમિકા સાથે સંબંધ બનાવી રહ્યો હતો એ દરમિયાન તે અચાનક બેહોશ થઈને પડી ગયો. આ જોઈને  યુવતી ગભરાઈ ગઈ. 
 
પોલીસનુ કહેવુ છે કે યુવકે સંબંધ બનાવતા પહેલા કોઈપણ પ્રકારનુ ડ્રગ્સ કે દવાનુ સેવન કર્યુ નહોતુ. કારણ કે ચેકિંગ દરમિયાન તેની પાસેથી કોઈ સામગ્રી મળી નહોતી. પોલીસ પૂછપરછમાં યુવતીએ જણાવ્યુ કે અજયે તેની સામે કોઈ દવા કે ડ્રગ્સ લીધો નહોતો. પોલીસનુ કહેવુ છે કે અમે મૃતકના બ્લડ સૈપલ તપાસ માટે મોકલી દીધા છે.