ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 25 ઑગસ્ટ 2021 (22:59 IST)

નારાયણ રાણેની મોટી જાહેરાત- જાણો શું કહ્યુ ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરેથી ડરતો નથી, કહીને નારાયણ રાણેએ કરી દીધી મોટી જાહેરાત, નારાયણ રાણેએ કહ્યું કે હું ઉદ્ધવ ઠાકરેથી ડરતો નથી. શુક્રવારથી મારી જન આશીર્વાદ યાત્રા શરુ કરીશ. હું કોઈનાથી ડરતો નથી.
 
પોલીસ દ્વારા ઈસ્યુ કરાયેલા વોરન્ટ પર નારાયણ રાણેએ કહ્યું હતું કે આ વિશે મને કોઈપણ ઓફિશિયલ માહિતી નથી. પોલીસ તરફથી કોઈપણ નોટિસ મળી નથી. મેં કોઈ ગુનો કર્યો નથી. આ સિવાય મને કોઈ FIRની પણ માહિતી નથી. હું એક કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભાનો સાંસદ છું, આ કારણે કાયદો શું છે એની મને સારી સમજણ છે.
 
રાણેને કેન્દ્રીય મંત્રી પદ પરથી હટાવવાની માંગ
રાણેના નિવેદન પર હંગામા બાદ શિવસેના હુમલાખોર બની ગઈ છે. શિવસેનાના લોકસભા સાંસદ વિનાયક રાઉતે પીએમ મોદીને પત્ર લખીને રાણેને કેન્દ્રીય મંત્રી પદેથી તાત્કાલિક દૂર કરવાની માંગ કરી હતી. રાઉતે પોતાના પત્રમાં લખ્યું છે કે, રાણેએ  પત્રકાર પરિષદમાં રાજ્યના મુખ્યમંત્રી માટે જે ભાષાનો ઉપયોગ કર્યો છે તે અત્યંત નિંદનીય છે.  નારાયણ રાણે જેવા પોતાની મર્યાદા ભૂલનારા કેન્દ્રીય મંત્રી આવી ભાષાનો ઉપયોગ કરે છે તો મને લાગે છે કે તેમને તેમના પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી
 
નારાયણ રાણેએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર વાંધાજનક નિવેદન આપ્યું હતું. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના સ્વતંત્રતા દિવસના ભાષણનો ઉલ્લેખ કરતા રાણેએ કહ્યું હતું કે મુખ્યમંત્રીને યાદ નથી કે દેશની આઝાદીને કેટલા વર્ષો વીતી ગયા છે. તે પાછળ જોઈને પૂછતો હતો. જો હું ત્યાં હોત, તો મેં તેને તેના કાન નીચે થપ્પડ મારી હોત.