શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 22 મે 2020 (15:10 IST)

કોરોના કામ ના આવ્યોઃ આસારામની જેમ પુત્ર નારાયણ સાઈને પણ જામીન ન મળ્યા

કોરોનાની મહામારીનું કારણ આપી ગુજરાત હાઈકોર્ટ પાસેથી જામીન મેળવવામાં આસુમલ હરપાલાણી ઉર્ફે આસારામની જેમ તેમના પુત્ર નારાયણ સાઈ પણ અસફળ રહ્યા છે. સુરત કોર્ટના હુકમની બળાત્કાર કેસમાં આજીવન કારાવાસ ભોગવી રહેલા સાઈએ કોવિડ 19ની બીમારીના આધારે જેલ સતાવાળાઓના માધ્યમથી પરિવારને મદદરૂપ થઈ શકે તે માટે જામીન માંગ્યા હતા. સુપ્રીમ કોર્ટે જેલોનું ભારણ અને વાયરસના સંક્રમણનું જોખમ ઓછું થાય તે માટે સરકારને કેદીઓને છોડવા સૂચન કર્યા પછી મોટાભાગના કેદીઓ મહામારીમાં પરિવારોને મદદ કરવા જામીન માંગી રહ્યા છે. પરંતુ સાઈની દલીલથી જસ્ટીસ જેવી પારડીવાળા અને જસ્ટીસ આઈ.જે.વોરાની પીઠ સંતુષ્ટ થઈ નહોતી અને જામીન અરજી ફગાવી દીધી હતી. 30 માર્ચે હાઈકોર્ટે આસારામને પણ હંગામી જામીન આપવા ઈન્કાર કર્યો હતો. તેમણે પોતાને જેલમાં કોરોનાનું સંક્રમણ થવાની ભીતિ દર્શાવી હતી. આસારામ હાલમાં જોધપુરની જેલમાં છે.