શનિવાર, 23 સપ્ટેમ્બર 2023
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 19 સપ્ટેમ્બર 2023 (10:07 IST)

સૂર્ય મિશનમાં ISRO માટે મોટી સફળતા, Aditya-L1એ પૃથ્વીને અલવિદા કહ્યું, 15 લાખ કિલોમીટરની યાત્રાએ નીકળી

aditya L1
Aditya-L1- ભારતીય અવકાશ એજન્સી (ઇસરો) દ્વારા સૂર્ય પર સંશોધન માટે મોકલવામાં આવેલ આદિત્ય એલ-1 હવે પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળી ગયું છે. જે પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટરના અંતરે સ્થિત છે. આદિત્ય-એલ1 મિશને પાંચમી વખત પૃથ્વીની ભ્રમણકક્ષા બદલવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.
 
2 સપ્ટેમ્બરના રોજ, દેશનું પ્રથમ સૂર્ય મિશન 'આદિત્ય-L1' (ISRO આદિત્ય-L1 મિશન) લોન્ચ કરવામાં આવ્યું હતું. ISRO એ PSLV C57 લોન્ચ વ્હીકલથી આદિત્ય-L1 સફળતાપૂર્વક લોન્ચ કર્યું. દરમિયાન, ISRO એ આદિત્ય-L1 મિશન સંબંધિત મહત્વપૂર્ણ માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર શેર કરી છે.
આદિત્ય-L1 હવે સૂર્ય અને પૃથ્વી વચ્ચેના L1 બિંદુ તરફ આગળ વધ્યું છે. ઈસરોએ કહ્યું કે લગભગ 110 દિવસ પછી, આદિત્ય-L1ને એક પ્રક્રિયા દ્વારા L1ની આસપાસની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે.