ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 12 ઑક્ટોબર 2021 (22:56 IST)

નેપાળમાં ભીષણ દુર્ઘટના, માર્ગ પરથી લપસીને નદીમાં ખાબકી મુસાફરોથી ભરેલી બસ. 32 લોકોના મોત

નેપાળ(Nepal)ના મુગુ જિલ્લા(Mugu district)માં મંગળવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. મુગુ જિલ્લાથી ગામગઢી(Gamgadhi) જતી પેસેન્જર બસ રસ્તા પરથી લપસી ગઈ અને 300 મીટર નીચે નદીમાં પડી ગઈ. મીડિયા રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે આ માર્ગ અકસ્માત(Nepal Bus Accident)માં 32 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. માય રિપબ્લિકા વેબસાઇટના રિપોર્ટ મુજબ, નેપાલગંજ(Nepalgunj)થી ગમગઢી  જતી વખતે બસ છાયાનાથ રારા નગરપાલિકા(Chhayanath Rara Municipalit)માં પીના ઝ્યારી નદી(Pina Jhyari river)માં પડી ગઈ.
 
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 'અકસ્માતમાં તાજેતરના મૃત્યુઆંક 32 છે. ઘાયલોની સંખ્યાનું ચિત્ર પણ સ્પષ્ટ થઈ રહ્યું છે. આ કારણે ઘાયલોની સંખ્યા વધી રહી છે..’ બસમાં સવાર મોટાભાગના મુસાફરો વિજયાદશમીના (Vijayadashami festival) નિમિત્તે વિવિધ સ્થાન પરથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. સુરખેત (Surkhet) થી નેપાળી સેનાનુ હેલીકોપ્ટર (Nepal Army chopper) રાહત કાર્ય માટે મોકલવામાં આવી છે. મુગુ કાઠમંડુ(Kathmandu)થી 650 કિમી ઉત્તર-પશ્ચિમ સ્થિત રારા ઝીલ (Rara lake) માટે પ્રખ્યાત છે. તેના કારણે પ્રવાસીઓ પણ અહીં આવતા રહે છે.