શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 29 ડિસેમ્બર 2021 (11:24 IST)

આણંદમાં સગીરાએ પોતાની માતા ચારથી પાંચ પુરુષો સાથે સંબંધ રાખતી હોવાની સગાંઓને જાણ કરી દીધી

આણંદ વિસ્તારમાં રહેતી મહિલાએ એક બે નહીં પરંતુ ચાર પાંચ પર પુરુષો સાથે સંબંધ રાખ્યા હતા. રાતે જ્યારે બાળકો સુઈ જાય ત્યારે પુરુષ દિવાલ કુદી ઘરમાં આવતો હતો. જે બાબતે મહિલાની પુત્રીએ તેના સંબંધીઓને જાણ કરતાં માતાએ પુત્રી સાથે ખરાબ રીતે બોલાચાલી કરી હતી જેનું મનમાં લાગી આવ્યું હતું. સગીરાને તેના જ સગા ભાઈએ માર માર્યો હતો. માતા અને ભાઈ તેને ઘરમાં ગણતા ન હતા. જેથી સગીરાને અવારનવાર નાની બાબતોમાં બોલાચાલી કરી હાથ ઉપાડતા હતા. સગીરાએ કંટાળી મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી અને પરિવારને સમજાવી સુખદ સમાધાન કરાવ્યું હતું.આણંદ વિસ્તારમાં રહેતી સગીરાએ મહિલા હેલ્પલાઇનને ફોન કરી જાણ કરી હતી કે મારો ભાઈ મારા પર હાથ ઉપાડે છે અને મારે છે જેથી મહિલા હેલ્પલાઇનની ટીમ ત્યાં પહોંચી પૂછપરછ કરી હટીમ સગીરાએ જણાવ્યું હતું કે મારા પિતા 12 વર્ષ પહેલાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી મૃત્યુ પામ્યા છે. ત્યારબાદ માતા કોઈ નોકરી ન કરતી અને વિચારોમાં રહેતી હતી. થોડા સમય બાદ તેની માતાએ એક પરપુરુષ જોડે સંબંધ રાખ્યા હતા. અમે ભાઈ- બહેન નાના હોય અને રાતે સુઈ જઈએ ત્યારે તે વ્યક્તિ દીવાલ કુદી રાતે ઘરે આવતો હતો. ક્યારેક દિવસે પણ આવતો અને ઘરમાં જ મસાલો ખાઈ થૂંકતો હતો. માતાને એક બે નહિ પણ ચાર- પુરુષો સાથે આ રીતે સંબંધો હતા અને બધા ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ બાજુના હોય જેથી છેતરીને જતાં રહેતા હતા. જેથી મહિલા ખૂબ જ હેરાન થઈ ગઈ હતી. ઘરમાં સપોર્ટ માટે સગીરાના ભાઈએકમાવવાની શરૂઆત કરી હતી. ઘરમાં કમાતો હોવાથી તેને નાની નાની બાબતોમાં બોલાચાલી કરી મારઝૂડ પણ કરવા લાગતો હતો. સગીરા તેની માતાને કહી અને પાર્લરમાં ગઈ હતી. માથાના તમામ વાળ કાઢી નાખ્યા હતા. મજાકમાં તેણે ભાઈને કહ્યું હતું કે મેં માથાના વાળ કઢાવી નાખ્યા છે જેથી હવે ધો. 10ની પરીક્ષા નહિ આપું અને ભણવાનું પણ છોડી દઈશ. જેથી ભાઈએ માર માર્યો હતો. જે સહન ન થતા માતા અને ફોઈને જાણ કરી હતી પરંતુ માતાએ સપોર્ટ કર્યો ન હતો. ઉપરથી બોલી માર ખવડાવતી હતી. જેથી મહિલા હેલ્પલાઈનની ટીમે પરિવારને સમજાવ્યા હતા અને છેવટે તમામે સાથે સુખી રીતે રહેવા કહ્યું હતું.