રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 25 ફેબ્રુઆરી 2020 (17:52 IST)

સુરતના કોંગી કોર્પોરેટર ભાન ભૂલ્યા, ઓડિયો ક્લિપ થઇ વાયરલ

સુરતના કોંગી કોર્પોરેટર વિવાદમાં આવ્યા છે. મનપા ઢોર પાર્ટીના અધિકારીને ફોન પર અપશબ્દો બોલવામાં આવ્યા છે. સાથે જ આઠ વાગ્યા બાદ પોતાના વિસ્તારમાં ઢોર પકડવા આવશે તો વાહન સળગાવી દેવાની ધમકી કોર્પોરેટર દ્વારા અધિકારીને આપવામાં આવી છે. ધમકીનો આ ઓડિયો સુરતના સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જોકે વાયરલ ઓડિયો અંગે કોંગી કોર્પોરેટરનો સંપર્ક સાધતા થઈ શક્યો નહોતો.
 
વરાછાના કોંગ્રેસી કોર્પોરેટર દિનેશ કાછડીયા નો ઓડિયો સુરતના સોસીયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે.વાયરલ ઓડિયો માં કોંગી કોર્પોરેટર અને મનપા ના ઢોર પાર્ટીના અધિકારી વચ્ચે તું તું મેં મેં સાંભળવા મળી રહી છે.જેમાં કોંગી કોર્પોરેટર દિનેશ કાછડિયા અધિકારી ને પોતાની ઓળખ આપી રહ્યા છે.
 
દિનેશ કાછડિયા વાયરલ ઓડિયો ક્લિપમાં જમાવે છે "એક ગાય છે એમ શુ લઈ જવાની અને આઠ વાગ્યા સુધી જ ભરવાનું રાખો.આઠ થી દસ વાગ્યા બાદ વરાછામાં ગાયો ભરવા નહીં આવવાનું... મગજમારી થાય ખોટી હમારે. હું કહું છુ તમારે મારા વિસ્તારમાં નહીં આવવાનું... ગાડી સળગાવી દઈશ બધી તમારી...એટલું જ નહીં પરંતુ બાદમાં કોંગી કોર્પોરેટરે અધિકારી ને અપશબ્દો બોલતા સંભળાય છે. આ વરાછા રોડ છે અને આઠ વાગ્યા બાદ નહીં આવવાનું અહીં.હું લેખિતમાં આપી દઈશ ગાય છોડી દો"....કોંગી કોર્પોરેટર ના ટેલિફોનિક ઓડિયો વાયરલ થતા જ ભારે ચર્ચાઓએ જોર પકડ્યું છે.
 
પાલિકા અધિકારીને દબડાવતા કોંગી કોર્પોરેટર આ ઓડિયો ક્લિપમાં સ્પષ્ટ સાંભળવા મળે છે.જો કે આ મામલે કોર્પોરેટર દિનેશ કાછડીયા નો સંપર્ક સાધવાનો પણ પ્રયાસ કરાયો.પરંતુ તેમનો મોબાઈલ બંધ હોવાના કારણે આ અંગે તેમનો પક્ષ જાણી સકાયો નહોતો.