ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated: શુક્રવાર, 17 સપ્ટેમ્બર 2021 (14:15 IST)

નીતિન ગડકરી કુકિંગ અને ભાષણથી યુટ્યૂબ પર કમાવે છે લાખો

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) પોતાના કામને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી ગડકરીએ કહ્યું, 'કોરોના સમયગાળા દરમિયાન, મેં બે વસ્તુઓ કરી - મેં ઘરે રસોઈ શરૂ કરી અને વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રવચનો આપવાનું શરૂ કર્યું. મેં ઓનલાઈન અનેક લેક્ચર્સ આપ્યા, જે યુ ટ્યુબ પર અપલોડ થયા. દર્શકોની વિશાળ સંખ્યાને કારણે, યુ ટ્યુબ હવે મને દર મહિને 4 લાખ રૂપિયા આપે છે. ' હકીકતમાં ગડકરીના ઘણા ભાષણો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા અને મોટી સંખ્યામાં લોકોએ તેમને જોયા હતા.