રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 15 માર્ચ 2017 (14:55 IST)

16 વર્ષની સિંગર નાહિદ આફરીન વિરુદ્ધ 42 મૌલવીઓએ રજુ કર્યો ફતવો !!

પોતાના સુરોથી દેશના ખૂણે ખૂણે લોકોને પ્રભાવિત કરનારી નાહિદ આફરીન વિરુદ્ધ 42 મૌલવીઓએ ફતવો રજુ કર્યો છે. આફરીન 2015માં ઈંડિયન આઈડલ જૂનિયરની રનર અપ મતલબ બીજા સ્થાન પર રહી હતી. આ ફતવા મુજબ 25 માર્ચના રોજ અસમના લંકા વિસ્તારના ઉદાલી સોનઈ બીબી કૉલેજમાં 16 વર્ષની નાહિદને પરફોર્મ કરવાનુ છે જે સંપૂર્ણ રીતે 'શરિયા વિરુદ્ધ' છે. 16 વર્ષીય નાહિદ વિરુદ્ધ આ ફતવો એ માટે પણ રજુ થયો છે કારણ કે આ કાર્યક્રમ કબ્રસ્તાન અને મસ્જિદના નિકટ યોજવામાં આવી રહ્યો છે. 
 
અસમમાં 10માં ધોરણમાં અભ્યાસ કરનારી  આફરીન વિરુદ્ધ 42 મૌલવીઓએ ફતવો એ માટે રજુ કર્યો કારણ કે આ યુવતીએ આઈએસ વિરોધી ગીત ગાયુ હતુ. નાહિદે મૌલવીઓના ફતવાના વિરોધ કરતા કહ્યુ કે તેનો અવાજ ખુદાની ભેટ છે જેનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ.  સાથે જ તેમને ફતવો રજુ  થયા પછી કહ્યુ કે હુ ખૂબ ચોંકી ગઈ હતી અને અંદરથી તૂટી ગઈ. પણ અનેક મુસ્લિમ સિંગર્સએ મને પ્રેરણા આપી. હુ ધમકીઓથી ગભરાઈને મારુ સંગીત નહી છોડુ. 
 
આઈએસ આતંકીઓ વિરુદ્ધ ગાયુ હતુ ગીત 
 
આ મામલામાં પોલીસના અધિકારીઓનુ કહેવુ છે કે નાહિદે તાજેતરમાં જ આતંકવાદ જેમા આઈએસ ટેરર ગ્રુપનો પણ સમાવેશ છે. ના વિરુદ્ધ કેટલાક ગીત પરફોર્મ કર્યા હતા.  આવામાં પોલીસ આ મામલાની તપાસ એ દ્રષ્ટિકોણથી પણ કરી રહી છે કે ક્યાક આ ફતો એ વાતની પ્રતિક્રિયા તો નથી.  એડીજી સ્પેશયલ બ્રાંચ પલ્લંબ ભટ્ટાચાર્યએ કહ્યુ, અમે આ એંગલથી પણ મામલાની તપાસ કરી રહ્યા છીએ.'