ઓમ બિરલા લોકસભાના અધ્યક્ષ ચૂંટાયા
Om Birla speaker- 18મી લોકસભાના સ્પીકર તરીકે ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય અને એનડીએના ઉમેદવાર ઓમ બિરલા બીજી વખત ચૂંટાયા છે. ઓમ બિરલા 17મી લોકસભામાં પણ સ્પીકર હતા. આ અગાઉ બલરામ જાખડને પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ ફરીથી સ્પીકરનું પદ મળ્યું હતું.બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો
આ લોકસભાની શરૂઆતમાં સ્પીકરના નામ પર સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે સમજૂતી થઈ ન હતી.
વિપક્ષે પરંપરા પ્રમાણે ડેપ્યુટી સ્પીકરનું પદ માંગ્યું હતું, પરંતુ આ વાત પર સમજૂતી ન થઈ.
લોકસભામાં સ્પીકર પદ માટે એનડીએ તરફથી ઓમ બિરલાના નામની જાહેરાત કરવામાં આવી હતી.
ઓમ બિરલા રાજસ્થાનની કોટા બૂંદી લોકસભા બેઠક પર ત્રીજી વખત સંસદ સભ્ય તરીકે ચૂંટાયા છે.
એનડીએ પાસે 292 સંસદ સભ્યોનું સમર્થન છે.
કેન્દ્રીય મંત્રી લલ્લનસિંહે જણાવ્યું કે એનડીએ તરફથી ઓમ બિરલાએ સ્પીકર પદ માટે નામાંકન દાખલ કર્યું છે.
કૉંગ્રેસ પાર્ટીએ કે સુરેશને સ્પીકર પદ માટે ઉમેદવાર બનાવ્યા છે. સુરેશ આઠમી વખત સંસદ સભ્ય તરીકે ચૂંટાયા છે.