રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 23 ડિસેમ્બર 2021 (17:53 IST)

Lockdown Return? આ ગામે બતાવી સમજદારી, ઓમિક્રોનના સંકટને જોતા લાગૂ કર્યુ Voluntary લોકડાઉન

ઓમિક્રોનના મામલા દેશમાં સતત વધી રહ્યા છે. 300 ના નિકટ પહોચી ચુકેલો સંક્રમિત દર્દીઓનો આંકડો હજુ પણ ફુલ સ્પીડમાં વધી રહ્યો છે.  તેલંગાનામાં પણ ઓમિક્રોન દર્દીઓની સંખ્યા 38 થઈ ગઈ છે. આ દરમિયાન તેલંગાનાના જ એક ગામે ઓમિક્રોન સંકટ વચ્ચે સ્વેચ્છાથી લોકડાઉન લગાવી દીધુ છે. આ કોઈ સરકારી ફરમાન નથી, પણ ગામની ગ્રામ પંચાયતે સાવધાની રાખતા આ નિર્ણય લીધો છે. 
 
માહિતી આપવામાં આવી છે કે Gudem ગામમાં એક વ્યક્તિ ખાડી દેશમાંથી પરત ફર્યો હતો. તેની રિપોર્ટ કોવિડ પોઝિટિવ આવી. પછી બતાવાયુ કે આ વ્યક્તિ ઓમિક્રોન વૈરિએંટથી સંકમિત છે. આ કારણે અધિકારીઓએ ગામમાં પહોંચીને 64 લોકોના સૈપલ એકત્ર કર્યા છે. આ બધા એ લોકો છે જે ડાયરેક્ટ સંક્રમિત દર્દીઓ સાથે જોડાયા હતા. હાલ માટે સંક્રમિતની માતા પણ પોઝિટિવ આવી છે. પણ  તેમને ઓમિક્રોન નથી એવી માહિતી મળી છે. 
 
પરંતુ ઓમિક્રોન બીજા વૈરિએંટથી વધુ સંક્રામક છે આવામાં ગામની ગ્રામ પંચાયતે 10 દિવસનુ લોકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો છે.  હવે દસ દિવસ સુધી બધા ગામના લોકો ઘરની અંદર જ કેદ  રહેશે.  આમ તો ગામમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યુ છે. પણ સમગ્ર તેલંગાનામાં  પણ ઓમિક્રોનના મામલા ઝડપથી વધી રહ્યા છે. 
 
દેશમાં ઓમિક્રિન મીટરની વાત કરીએ તો અત્યાર સુધી 287 કેસ આવી ચુક્યા છે. ગઈકાલે કોરોના મામલામાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. અને 400થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એક્સપર્ટે ચેતાવણી આપી છે કે જાન્યુઆરીમાં કેસ વધી શકે છે અને ફેબ્રુઆરીમાં ત્રીજી લહેર પણ આવી શકે છે.