1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શનિવાર, 10 મે 2025 (15:47 IST)

જૈસલમેરમાં ભારત અને પાકિસ્તાનની સેના આમને-સામને, સતત થઈ રહ્યા છે ધમાકા

Jaisalmer
Jaisalmer
ભારત અને પાકિસ્તાનની વચ્ચે તનાવ વધતો જઈ રહ્યો છે. 9 અને 10 મે ની રાત્રે પાકિસ્તાનની સેનાએ ભારતના હુમલા માટે મિસાઈલ અટેક કર્યો. આ ઉપરાંત ડ્રોન અને ફાઈટર જેટ્સનો પણ ઉપયોગ કર્યો. જોકે ભારતીય સેનાએ આ બધા હુમલાને નિષ્ક્રિય કરી દીધા. ત્યારબાદ ભારતીય સેનાએ મિસાઈલ અને ડ્રોન હુમલા કરીને પાકિસ્તાનના 6 એયરબેસ અને અનેક  ઘણા બધા રડાર સિસ્ટમને બરબાદ કરી નાખ્યા. આ દરમિયાન રાજસ્થાનના જૈસલમેરમાં સ્થિતિ યુદ્ધ જેવી બની ચુકી છે અને અહી ભારત અને પાકિસ્તાનની સેના સામ સામે આવી ચુકી છે.  ઉલ્લેખનીય છે કે અહી એક પછી એક ધમાકા થઈ રહ્યા છે. તેથી પ્રશાસને લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે.  
 
પીએમ મોદી કરી રહ્યા છે હાઈલેવલ મીટિંગ 
ઉલ્લેખનીય છે કે જૈસલમેરમાં સતત પાકિસ્તાની સેના દ્વારા મિસાઈલો તોડી પાડવામાં આવી રહી છે. જીલ્લા કલેક્ટરે લોકોને પોતાના ઘરોની અંદર રહેવા કહ્યુ છે. સાથે જ  આખા શહેરમાં લોકોની એંટ્રી અને એક્ઝિટને બંધ કરવામાં આવી છે. આ દરમિયાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક હાઈલેવલ મીટિંગ કરવામાં આવી રહી છે.  આ મીટિંગમાં ત્રણ સેનાઓના પ્રમુખ ચીફ ઓફ ડિફેંસ સ્ટાફ અને એનએસએ પ્રમુખ અજીત ડોભાલ પણ પહોચી ચુક્યા છે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે આ બેઠકમાં થોડા મહત્વના વધુ મોટા નિર્ણય લઈ શકાય છે. 
 
હવામાં હુમલાની કોશિશ કરી રહ્યુ છે પાકિસ્તાન 
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન જૈસલમેર પર સતત અટેક કરી રહ્યુ છે.  પાકિસ્તાને જે મિસાઈલ જૈસલમેર પર છોડી.  તેમને ભારતના એયર ડિફેંસ સિસ્ટમને તોડી પાડી છે.  ઉલ્લ્ખનીય છે કે જૈસલમેરમાં એયરફોર્સ, આર્મી કૈટૉનમેંટ બંને જ છે. ઉલ્લેખનીય છે કે  જૈસલમેરમાં એયર ડિફેંસ સિસ્ટમ એક્ટિવેટ થયો છે.  જે ડ્રોન અટેક કરવામાં આવી રહ્યો હતો. તેમા તેજ અવાજ નહોતો.  જે ટાર્ગેટ લૉક કરવામાં આવ્યુ છે અને જેવા ધમાકા થઈ રહ્યા છે તેનાથી એવુ લાગી રહ્યુ છે કે  મિસાઈલે ભારતીય ડિફેંસને તોડી પાડી છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને હવામા હુમલા કરવાની પૂરી કોશિશ કરી પણ ભારતીય એયર ડિફેંસ સિસ્ટમે તેને હવામાં જ બરબાદ કરી નાખ્યુ છે.