1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 21 એપ્રિલ 2022 (14:49 IST)

જહાંગીરપુરીમાં યથાસ્થિતિ જાળવી રાખોવા હુકમ, સુપ્રીમ કોર્ટમાં બે અઠવાડિયાં બાદ સુનાવણી

જહાંગીરપુરીમાં દબાણ હઠાવવા મામલે સુનાવણી સુપ્રીમ કોર્ટે બે અઠવાડિયાં માટે ટાળી દેવાઈ છે.
 
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સુનાવણી સુધી યથાસ્થિતિ બરકરાર રહશે એઠલે કે ગેરકાયદેસર બાંધકામ હઠાવવાની કોઈ કાર્યવાહી નહીં થાય.
 
બુધવારે ઉત્તર દિલ્હી નગરનિગમના વિસ્તારમાં દબાણ હઠાવવા માટે ઘણી ઇમારતો હઠાવવામાં આવી હતી. જોકે, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ કાર્યવાહી અટકાવી દેવાઈ છે. સુપ્રીમ કોર્ટના ગઈ કાલના આદેશ બાદ પણ ડિમૉલિશનની કાર્યવાહી ચાલી હતી એવો આરોપ પણ થયો હતો.
 
જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ અને બી. આર. ગવઈ આ મામલે સુનાવણી કરી રહ્યા હતા. વરિષ્ઠ વકલી દુષ્યંત દવેએ સુનાવણી દરમિયાન કહ્યું કે આ મુદ્દાએ ઘણા સવાલ ઊભા કરી દીધા છે.
 
તેમણે કહ્યું કે, આ મામલો માત્ર જહાંગીરપુરી સુધી સીમિત નથી. જો આ કાર્યવાહીની પરવાનગી અપાઈ તો કાયદાનું શાસન ખતમ થઈ જશે. વરિષ્ઠ વકલી દવે એ કહ્યું કે પોલીસ અને અન્ય અધિકારી બંધારણ પ્રતિ પ્રતિબદ્ધ છે ના કે ભાજપના નેતાઓએ લખેલા પત્ર પ્રતિ અને આ એક દુ:ખદ પળ છે.