ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 21 એપ્રિલ 2022 (11:21 IST)

પીએમ નરેન્દ્ર મોદી અને મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જુગનાથનું દબદબાભેર સ્વાગત, અમદાવાદ એરપોર્ટ થી ઈન્દિરા બ્રિજ સુધી સાંસ્કૃતિક રોડ શો યોજાયો

modi road show
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોરેશિયસના પ્રધાનમંત્રી શ્રી પ્રવિંદ જુગનાથના સ્વાગત-સત્કાર સમારોહમાં અમદાવાદ મહાનગરપાલિકા અને રમત-ગમત સાંસ્કૃતિક વિભાગ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ એરપોર્ટ થી ઈન્દિરા બ્રિજ સુધી રોડની બંને તરફ 30 થી વધુ સ્ટેજ પર ગુજરાત સહિત દેશની સાંસ્કૃતિક વિરાસતને પ્રદર્શિત કરતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં જનસમૂહ ઉત્સાહભેર જોડાયો હતો. રસ્તાની બંને તરફ જનતાએ મોરેશિયસ અને ભારતના ફ્લેગ દર્શાવી બંને દેશના પ્રધાનમંત્રીશ્રીનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ગુજરાતના રાસ-ગરબાની મંડળીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી.