Pahalgam terror attack - પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનીઓને વિઝા છૂટ્ બંધ, જાણો શું છે સાર્ક વિઝા યોજના ?
Pahalgam terror attack પહેલગામ આતંકી હુમલા બાદ બુધવારે સાંજે મળેલી કેબિનેટ કમિટિ ઓન સિક્યોરિટીની બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આમાં એક નિર્ણય વિઝા રદ કરવાને લગતો પણ હતો. નિર્ણય અનુસાર, પાકિસ્તાની નાગરિકોને હવે સાર્ક વિઝા મુક્તિ યોજના હેઠળ ભારત આવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ સાથે ભારતમાં હાજર કોઈપણ પાકિસ્તાની નાગરિકને 48 કલાકની અંદર દેશ છોડવો પડશે. આ સાથે સરકારે સરહદ પારના આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી છે.
જાણો શું છે સાર્ક વિઝા યોજના ?
આ યોજના 1992 માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના સાર્ક દેશો વચ્ચે મુસાફરીની સુવિધા માટે બનાવવામાં આવી હતી. જેમાં અફઘાનિસ્તાન, ભૂતાન, ભારત, માલદીવ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકા સામેલ છે. આ યોજના હેઠળ, SAARC વિઝા મુક્તિ સ્ટીકર 24 વિશિષ્ટ શ્રેણીઓ હેઠળ આવતા વ્યક્તિઓને આપવામાં આવ્યું હતું. જેમાં સભ્ય દેશોના રાજદ્વારી અને સત્તાવાર પાસપોર્ટ ધારકોને ભારતમાં પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જો કે ભારતમાં આ સુવિધા નેપાળ, ભૂતાન અને પાકિસ્તાનના નાગરિકોને લાગુ પડતી નથી.