J&K માં LoC ની પાસે દેખાયેલા પાકિસ્તાની ડ્રોન પાસે દેખાયા પાકિસ્તાની ડ્રોન, રાજોરી, પૂંછ, સાંબામાં ઘૂસણખોરીનો પ્રયાસ, સિક્યોરીટી હાઈ એલર્ટ પર
જમ્મુ અને કાશ્મીરમાં LoC નજીક ફરી એકવાર અનેક ડ્રોન જોવા મળ્યા. ભારતીય સેનાએ તેમાંથી એક પર ગોળીબાર કર્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ડ્રોન LoC પાસેના વિસ્તારોમાં ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તૈનાત સૈનિકોએ આકાશમાં આ ડ્રોન જોયા કે તરત જ તેઓ સતર્ક થઈ ગયા અને જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી.
રાજૌરી જિલ્લામાં સાંજે 6:35 વાગ્યે બીજું ડ્રોન જોવા મળ્યું. અધિકારીઓએ અહેવાલ આપ્યો કે કાલાકોટના ધર્મસાલ ગામથી ઝબકતા પ્રકાશ સાથે એક વસ્તુ આવી અને ભરખ તરફ આગળ વધી. તેમણે ઉમેર્યું કે સાંજે 7:15 વાગ્યે, સાંબાના રામગઢ સેક્ટરમાં ચક બાબરલ ગામ પર ચમકતા પ્રકાશ સાથે એક ડ્રોન ઘણી મિનિટો સુધી ફરતું રહ્યું. સાંજે 6:25 વાગ્યે, પૂંચ જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક માનકોટ સેક્ટર પર બીજી ડ્રોન જેવી વસ્તુ ઉડતી જોવા મળી.
આતંકવાદીઓ માટે શસ્ત્રો અને ડ્રગ્સ છોડવાની શંકા
સુરક્ષા એજન્સીઓને શંકા છે કે આ ડ્રોનનો ઉપયોગ સરહદ પર ભારતીય સૈન્યની જગ્યાઓ પર નજર રાખવા અથવા આતંકવાદીઓ માટે શસ્ત્રો અને ડ્રગ્સ છોડવા માટે થઈ રહ્યો છે. આ પહેલી વાર નથી જ્યારે પાકિસ્તાને જાસૂસી અથવા શસ્ત્ર પુરવઠા માટે આવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો હોય. તાજેતરના દિવસોમાં, જમ્મુ અને આસપાસના વિસ્તારોમાં ડ્રોન જોવામાં વધારો થયો છે, જે સુરક્ષા દળો માટે પડકાર ઉભો કરે છે.
ઉલ્લેખનિય છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન, ભારતે ઘણા પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યા હતા. તે પછી, ડ્રોન જોવામાં નોંધપાત્ર ઘટાડો થયો. જોકે, આજે એક જ દિવસમાં ઓછામાં ઓછા પાંચ પાકિસ્તાની ડ્રોન ઘૂસણખોરીના અહેવાલ મળ્યા છે. એ વાત જાણીતી છે કે પાકિસ્તાન ભારતીય ભૂમિ પર શસ્ત્રો અને માદક દ્રવ્યો છોડવા માટે ડ્રોનનો ઉપયોગ કરે છે.
વિસ્તારમાં હાઇ એલર્ટ
ડ્રોન દેખાતા સમગ્ર નિયંત્રણ રેખા પર દેખરેખ વધુ તીવ્ર બનાવી દેવામાં આવી છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ ચાલી રહ્યું છે.