મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : બુધવાર, 15 નવેમ્બર 2023 (14:29 IST)

જમ્મુમાં ભીષણ ખીણમાં ખાબકી મુસાફરોથી ભરેલી બસ, 33ના મોત, મોદી અને અમિત શાહે વ્યક્ત કર્યો શોક

doda bus accident
doda bus accident
 
જમ્મુ-કાશ્મીરના ડોડાથી એક ભયાનક બસ અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. અહીં એક મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં બસમાં મુસાફરી કરી રહેલા 33 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દુઃખદ ઘટના બાદ વહીવટીતંત્ર દ્વારા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

 
વિમાનમાં 55 મુસાફરો કરી રહ્યા હતા મુસાફરી 
સૂત્રોના જણાવ્યા અનુસાર, દુર્ઘટનાગ્રસ્ત બસમાં 55 મુસાફરો હતા અને આ બસ જમ્મુથી કિશ્તવાડ જઈ રહી હતી. જોકે, રસ્તામાં જ અસાર વિસ્તારમાં જ બસને ભયાનક અકસ્માત થયો હતો. વહીવટીતંત્રે ઘાયલ મુસાફરોને ડોડા જિલ્લા સરકારી હોસ્પિટલ અને કિશ્તવાડ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા છે.
 
મૃત્યુઆંક વધી શકે છે
અત્યાર સુધી મળેલી માહિતી મુજબ આ બસ અકસ્માતમાં મૃત્યુઆંક વધુ વધી શકે છે. આ અકસ્માતમાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હોસ્પિટલમાં ઘાયલોની સારવાર ચાલુ છે