ગુરુવાર, 7 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 7 નવેમ્બર 2024 (16:19 IST)

પરાળ સળગાવવા પર કેન્દ્રએ લાદ્યો ભારે દંડ, હવે ખેડૂતોને 30 હજાર રૂપિયા સુધીનું વળતર ચૂકવવું પડશે

Paral fire -હવે ખેડુતોને તેમના ખેતરમાં પરાળ બાળવામાં મુશ્કેલી પડશે. સુપ્રીમ કોર્ટની કડકાઈ બાદ હવે કેન્દ્ર સરકારે દંડની રકમ વધારી દીધી છે. એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન એમેન્ડમેન્ટ રૂલ્સ- 2024 નેશનલ કેપિટલ રિજન અને આસપાસના વિસ્તારોમાં અસરકારક રહેશે.
 
આ અંતર્ગત બે એકરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોને 5000 રૂપિયાનું પર્યાવરણીય વળતર ચૂકવવું પડશે. બે એકર કે તેથી વધુ પરંતુ પાંચ એકરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોને 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે. પાંચ એકરથી વધુ જમીન ધરાવતા ખેડૂતોએ 30,000 રૂપિયાથી વધુનો દંડ ભરવો પડશે.