1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 13 માર્ચ 2023 (11:38 IST)

IndiGo Flight દિલ્હીથી દોહા જતી ઈન્ડિગો ફ્લાઈટમાં મુસાફરનું મોત

passenger died in indigo flight from delhi to doha
મેડિકલ ઈમરજન્સીના કારણે નવી દિલ્હીથી દોહા જતી ઈન્ડિગોની ફ્લાઈટને પાકિસ્તાનના કરાચીમાં ડાયવર્ટ કરવામાં આવી છે. એરલાઇનના એક અધિકારીએ સમાચાર એજન્સી ANIને આ અંગે માહિતી આપી છે. જાણવા મળ્યું છે કે વિમાનમાં સવાર એક મુસાફરનું મોત થયું છે.
 
દિલ્હીથી દોહા જતી ઈન્ડિગો ફ્લાઈટને મેડિકલ ઈમરજન્સીના કારણે કરાચી લઈ જવામાં આવી હતી. એરલાઈને એક નિવેદનમાં જણાવ્યું હતું કે બીમાર પડેલા વ્યક્તિને એરપોર્ટ પર મેડિકલ ટીમ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. સૂત્રોનું કહેવું છે કે મુસાફર નાઈજીરિયાનો નાગરિક હતો.
nbsp;