બાબા રામદેવની પતંજલિ પર ગેરમાર્ગે દોરનારી જાહેરાત બદલ 11 લાખ રૂપિયાનો દંડ
યોગ ગુરૂ બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ લિમિટેડ એકવાર ફરી વિવાદોમાં છે. બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ લિમિટેડને કોર્ટે પ્રોડક્ટ્સની બ્રાંડિગ અને પ્રચારના મામલે ફરજીવાડો કરવાના દોષી સાબિત કર્યા છે. ક્યાય બીજે બનેલા ઉત્પાદનને પતંજલિ બ્રાંડના નામે વેચવાના કેસમાં કોર્ટે બાબા રામદેવની પતંજલિ પર 11 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે.
સરસવ, મીઠુ, બેસન પર લગાવ્યો લાખોનો દંડ
એડીએમ હરિદ્વારે લગાવેલ પતંજલિ પર દંડ એડીએમ એલએન મિશ્રાની કોર્ટે પતંજલિને પાંચ પ્રોડક્ટ્સની ફરજી બ્રાંડિંગ કરવાના દોષી સાબિત કર્યા છે અને તેની સજાના રૂપમાં 11 લાખ દંડ પેટે ચુકવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સરસિયાની ખોટી બ્રાંડિંગ કરવા પર 2.5 લાખ, મીઠા માટે 2.5 લાખ, પાઈન એપ્પલ જૈમ માટે 2.5 લાખ, બેસન માટે 1.5 લાખ અને મધને પતંજલિ બતાવીને વેચવા માટે 2 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. કોર્ટે આદેશમાં કહ્યુ કે તપાસમાં એ જોવા મળ્યુ છે કે આ ઉત્પાદોને પતંજલિએ બનાવ્યા નહોતા.
સ્ટોરમાંથી 2012માં લીધા હતા સૈંપલ
ખાદ્ય સુરક્ષા અધિકારી યોગેન્દ્ર પાંડેએ આ વિશે માહિતી આપતા કહ્યુ છે કે હરિદ્વારમાં 2012માં દિવ્ય યોગ મંદિરના પતંજલિ સ્ટોરમાંથી સરસવ તેલ, મીઠુ, બેસન, પાઈન એપ્પલ જૈમ અને મધના સૈંપલ લેવામાં આવ્યા હતા. આ સૈંપલ્સને રુદ્રપુર લેબોરેટરીમાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ટેસ્ટમાં પતંજલિના સૈપલ ફેલ થઈ ગયા. એ તપાસ રિપોર્ટના આધાર પર એડીએમ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને પતંજલિ પર મિસબ્રાંડિગ અને ખોટો પ્રચાર ચાર્જ લગાવવામાં આવ્યો હતો. આ કેસ ચાર વર્ષ સુધી ચાલ્યો.
એક મહિનાની અંદર દંડ આપવો પડશે
પતંજલિને દંડની રકમ એક મહિનામાં જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે જ પ્રોડક્ટમાં સુધારના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ આદેશ 1 ડિસેમ્બરના રોજ આપવામાં આવ્યો હતો. 16 ઓગસ્ટ 2012ના રોજ તેના નમુના લેવામાં આવ્યા હતા.