રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 27 ઑક્ટોબર 2021 (17:25 IST)

પટના બ્લાસ્ટ કેસમાં મોટો ચુકાદો, કોર્ટે 10માંથી 9 આરોપીઓને દોષી ઠેરવ્યા

બિહારની રાજધાની પટનાના ગાંધી મેદાન બ્લાસ્ટ કેસમાં NIAની વિશેષ અદાલત (પટના)એ આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. 2013ના વર્ષમાં પટના ખાતે થયેલા સીરિયલ બ્લાસ્ટ કેસના 10માંથી 9 આરોપીઓને કોર્ટે દોષી ઠેરવ્યા છે. જ્યારે એક આરોપીને પુરાવાના અભાવે કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. આગામી 1 નવેમ્બરના રોજ કોર્ટ આ મામલે દોષીતોને સજા સંભળાવશે. 
 
ઉલ્લેખનીય છે કે આજથી 8 વર્ષ પહેલા આજના દિવસે જ પટના ખાતે નરેન્દ્ર મોદીની રેલી દરમિયાન જોરદાર વિસ્ફોટ થયો હતો. 27 ઓક્ટોબર, 2013ના રોજ બિહારની રાજધાની ખાતે થયેલા તબક્કાવાર વિસ્ફોટોમાં 6 લોકોના મોત થયા હતા અને 90 કરતા વધારે લોકોને ઈજાઓ પહોંચી હતી, જોકે, આ બ્લાસ્ટ થયા હોવા છતાં રેલી પણ નીકળી હતી અને નરેન્દ્ર મોદીએ સંબોધન પણ કર્યું હતું. આ કેસમાં ઈન્ડિયન મુજાહિદ્દીન (IM)ના નવ શકમંદ અને સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (SIMI)ના એકને આરોપી બનાવવામાં આવ્યા હતા