1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 30 જાન્યુઆરી 2023 (12:21 IST)

બરફમા રમતા રાહુલ-પ્રિયંકાની તસ્વીર, ભારત જોડો યાત્રાના અંતિમ દિવસે કાશ્મીરમાં જોવા મળ્યો આ નજારો

Picture of Rahul-Priyanka playing in the snow,
રાહુલ ગાંધીના નેતૃત્વમાં કાઢવામાં આવેલી કોંગ્રેસની ભારત જોડો યાત્રાનો આજે અંતિમ દિવસ છે. સોમવારે શ્રીનગરમાં ખૂબ હિમવર્ષા થઈ. આ દરમિયાન દિલચસ્પ નજારો જોવા મળ્યો. રાહુલ ગાંધી પોતાની બહેન પ્રિયંકા ગાંધી સાથે બરફમાં રમતા જોવા મળ્યા. આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ પણ હિમવર્ષાનો આનંદ ઉઠાવ્યો. 

 
તિરંગો લહેરાવીને થયુ યાત્રાનુ સમાપન
 
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સોમવારે શ્રીનગરમાં કોંગ્રેસની ઓફિસમાં રાષ્ટ્રીય ધ્વજ લહેરાવશે.  તેઓ આ દરમિયાન ભારત જોડો યાત્રા સ્મારકનુ અનાવરણ કરશે. આ દરમિયાન કોંગ્રેસના તમામ મોટા નેતા હાજર રહેશે.  આ સાથે જ યાત્રાનુ સમાપન થઈ જશે.  ત્યારબાદ એસકે સ્ટેડિયમમાં એક જનસભા પણ થશે. જેને માટે કોંગ્રેસ તરફથી લગભગ બે ડઝન વિપક્ષી રાજનીતિક દળોને આમંત્રિત કરવામાં આવ્યા છે. 
 
4080 KM ની યાત્રા કરી 
 
રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત  જોડો યાત્રાનુ આજે 30 જાન્યુઆરી સોમવારના રોજ સમાપન છે.