શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 2 ઑગસ્ટ 2022 (12:03 IST)

PM Modi Changes Profile Picture: પીએમ મોદીએ તેમના સોશિયલ મીડિયા અકાઉંટ પર બદલ્યો પ્રોફાઈલ ફોટો

PM Modi Changes Profile Picture: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોતાનો પ્રોફાઇલ ફોટો બદલ્યો છે. તેમણે તેમના તમામ સોશિયલ મીડિયા હેન્ડલ્સના પ્રોફાઇલ ફોટો પર તિરંગો લગાવ્યો છે. PM મોદીએ સ્વતંત્રતા દિવસ પહેલા એક પગલું ભર્યું છે.
 
વડાપ્રધાને ટ્વીટ કર્યું કે, “આજે 2 ઓગસ્ટનો દિવસ ખાસ છે. જ્યારે આપણે સ્વતંત્રતાના અમૃત મહોત્સવની ઉજવણી કરીએ છીએ, ત્યારે આપણો દેશ ત્રિરંગાને માન આપવાના સામૂહિક અભિયાનના ભાગરૂપે 'હર ઘર ત્રિરંગા' માટે તૈયાર છે. મેં મારા સોશિયલ મીડિયા પેજ પર ડીપી (ડિસ્પ્લે પિક્ચર) બદલ્યું છે અને હું તમને તે જ કરવા વિનંતી કરું છું.