1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated: સોમવાર, 1 ઑગસ્ટ 2022 (18:33 IST)

જબલપુરની એક ખાનગી હોસ્પિટલમાં શોર્ટ સર્કિટથી લાગી આગ, ભાગદોડ મચી, 10 લોકોના મોત

fire in jabalpur
મધ્યપ્રદેશના જબલપુરમાં એક હોસ્પિટલમાં આગ લાગવાથી દસ  લોકોના મોત થયા છે. આ હૃદયદ્રાવક ઘટના જબલપુરની ન્યુ લાઈફ હોસ્પિટલની છે. આગના સમાચાર મળતા જ સમગ્ર હોસ્પિટલમાં નાસભાગ મચી ગઈ હતી. સર્વત્ર અરાજકતાનો માહોલ હતો. આ ઘટનાની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવી હતી. જે બાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. જિલ્લા કલેક્ટર ઇલૈયારાજા ટીએ 8 લોકોના મોતની પુષ્ટિ કરી છે.

 
ધારાસભ્યના જણાવ્યા અનુસાર આ ઘટનામાં અત્યાર સુધીમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા છે.હોસ્પિટલમાં આગ લાગવાના સમાચાર મળતા જ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જબલપુરના કલેક્ટર સાથે ફોન પર વાત કરી હતી. હોસ્પિટલમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું જણાવાયું હતું. કાઉન્સિલરના જણાવ્યા અનુસાર દર્દીઓની સાથે બે નર્સિંગ સ્ટાફ પણ મૃત્યુ પામેલાઓમાં સામેલ છે. બાકીના ત્રણ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
હોસ્પિટલમાં આગમાં 8-9 લોકોના મોત થયા હતા
આગની ઘટના જબલપુરની ન્યુ લાઈફ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલની છે. જબલપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર જગત બહાદુર સિંહ અન્નુએ 8 થી 9 લોકોના મોતની પુષ્ટિ કરી છે. આ હોસ્પિટલ જબલપુરના દમોહ નાકાના શિવ નગર પાસે છે. હોસ્પિટલમાં આગના સમાચાર મળતા જ સર્વત્ર અરેરાટી ફેલાઈ ગઈ હતી. કલેક્ટર એસપી સહિતનો વહીવટી સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.હોસ્પિટલમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ જણાવવામાં આવી રહ્યું છે.