સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 15 જાન્યુઆરી 2023 (17:20 IST)

વડા પ્રધાન મોદીએ સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વીડિયો કૉન્ફરન્સથી સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ વચ્ચેની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી છે.
 
આ સમયે સિકંદરાબાદમાં કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ હાજર રહ્યા હતા.
 
પીએમ મોદીએ આ સમયે કહ્યું કે તહેવારોના આ માહોલમાં તેલંગણા અને આંધ્રપ્રદેશને આજે એક મોટી ભેટ મળી રહી છે.
 
તેમણે કહ્યું કે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન તેલંગણા અને આંધ્રપ્રદેશની સંયુક્ત સંસ્કૃતિ અને વિરાસતને જોડશે.