સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 30 સપ્ટેમ્બર 2021 (13:16 IST)

મોદીની રાજસ્થાનને મોટી ભેટ - પીએમ મોદીએ 4 મેડિકલ કોલેજનુ કર્યુ ભૂમિ પૂજન, કહ્યુ 170થી વધુ મેડિકલ કોલેજ બની ચુકી છે, 100 બાકી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાજસ્થાનમાં 4 મેડિકલ કોલેજોનો શિલાન્યાસ કરી તેનુ
 ભૂમિપૂજન કર્યુ. તેમણે 'સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ઓફ પેટ્રોકેમિકલ્સ ટેકનોલોજી (CIPET)' નું ઉદ્ઘાટન પણ કર્યું. આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, ભારતે કોવિડ આપત્તિમાં આત્મનિર્ભર બનવાનો સંકલ્પ કર્યો છે. રાજસ્થાનમાં 4 મેડિકલ કોલેજોના નિર્માણનો કાર્યક્રમ અને પેટ્રોકેમિકલ્સ ટેકનોલોજી સંસ્થાનું ઉદ્ઘાટન આ દિશામાં મહત્વનું પગલું છે.

રાજસ્થાનના બાંસવાડા, સિરોહી, હનુમાનગઢ અને દૌસા જિલ્લામાં ચાર નવી મેડિકલ કોલેજોની આધારશિલા  મુકતા પીએમ મોદીએ કહ્યું કે, "2014 થી કેન્દ્ર સરકાર દ્વારા રાજસ્થાનમાં 23 નવી મેડિકલ કોલેજોને મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી 7 મેડિકલ કોલેજો શરૂ કરવામાં આવી છે. આજે બાંસવાડા, સિરોહી, હનુમાનગઢ અને દૌસામાં નવી મેડિકલ કોલેજોનું નિર્માણ શરૂ થયું છે.

શુ છે CIPET ? 
 
ભારત સરકારે રાજસ્થાન સરકાર સાથે મળીને 'સિપેટ : પેટ્રોરસાયણ પ્રૌધોગિકી સંસ્થા' જયપુરની સ્થાપના કરી છે. આ આત્મનિર્ભર છે અને પેટ્રોરસાયણ અને સંલગ્ન ઉદ્યોગોની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સમર્પિત છે. આ યુવાનોને કુશળ તકનીકી વ્યાવસાયિકો બનવા માટે શિક્ષણ પ્રદાન કરશે.