શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 12 જૂન 2021 (15:03 IST)

G-7 Summit - પીએમ મોદી ડિજિટલ માઘ્યમથી જી7 શિખર સંમેલનને સંબોધિત કરશે, આ મુદ્દા પર કરી શકે છે વાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે ડિઝિટલ મઘ્યમથી 47મા જી7 શિખર સંમેલન( G7 Summit) ને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી મોદી 12 અને 13 જૂનના રોજ જી 7ના શિખર સંમેલનના સંપર્ક (આઉટરીચ) સત્રમાં ડિઝિટલ માધ્યમથી ભાગ લેશે. 
 
શુક્રવારે બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન (Boris johnson) એ કોર્નવાલમાં જી-7 શિખર સંમેલનની શરૂઆતમાં જાહેરાત કરી કે બ્રિટન આવતા વર્ષ સુધી દુનિયાને કોવિડ-19 વિરોધી વેક્સીનના 10 કરોડ ડોઝ આપશે. 
 
જી-7 સાત મોટી અર્થવ્યવસ્થાઓનુ મિલન છે. જો કે ભારત આ સંગઠનનો ભાગ તો નથી, છેલ્લા કેટલાક વર્ષોથી એક મહેમાનના રૂપમા જી-7માં ભાગ લેતુ આવ્યુ છે. આ વખતે પણ ભારત બ્રિટનના આમંત્રણ પર જી-7 દેશોની બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. 
 
જી-7ના બધા દેશો સાથે ભારતની ખૂબ સારી દોસ્તી છે. પીએમ મોદી પહેલા મનમોહન સિંહ પણ જી-7ની બેઠકમાં મુખ્ય મહેમાન તરીકે ભાગ લેતા હતા. 
 
પીએમ મોદીનુ સંબોધન 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ જુદા સત્રોમાં જી-7 શિખર સંમેલનને સંબોધિત કરવા જઈ રહ્યા છે.  તેઓ 12 અને 13 જૂનના રોજ આ સંમેલનનો ભાગ રહેશે . 
 
આ બિંદુઓ પર ચરચા 
 
જી -7 સંમેલનમાં જે મુખ્ય બિંદુઓ પર ચર્ચા થઈ રહી છે. તેમા કોરોના વાયરસ કેવી મજબૂતીથી ઉકેલ લાવવામાં આવે અને પર્યાવરણ સંરક્ષણ સાથે ગ્લોબલ વોર્મિંગ અને ફ્રી ટ્રેડ જેવા મુદ્દા સામેલ છે.  પ્રધાનમંત્રી મોદી પણ આ મુદ્દે ભારતની વાત મુકી શકે છે. 
 
જી -7માં સામેલ છે આ દેશ 
જી-7માં કનાડા, ફ્રાંસ, જર્મની, ઈટલી, જાપાન, બ્રિટન અને અમેરિકા જેવા દેશો સામેલ છે. આ વખતે જી-7ની મેજબાની બ્રિટન કરી રહ્યુ છે. 
 
જી-7 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ભારત ઉપરાંત દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા અને જાપાનને પણ આમંત્રણ આપવામાં આવ્યુ છે. 
 
ભારત માટે આ કારણે છે ખાસ 
 
ગયા વર્ષે જી7ના 46માં શિખર સંમેલનને સ્થગિત કરતા ડોનાલ્ડ ટ્રંપે કહ્યુ હતુ કે G7સમુહ હવે જુનુ થઈ ચુક્યુ છે, અને પોતાના વર્તમાન પ્રારૂપમાં આ વૈશ્વિક ઘટઓનુ યોગ્ય રીતે પ્રતિનિધિત્વ કરવામાં સક્ષમ નથી. 
 
હવે સમય આવી ગયો છે જયારે જી7 ગ્રુપને જી10 કે પછી જી-11 બનાવી દેવામાં આવે.  ટ્રંપએ જી7 ગ્રુપમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયા ઉપરાંત રૂસને પણ સામેલ કરવાની માંગ કરી હતી. 
 
ફાંસના રાષ્ટ્રપતિએ ભારતને લઈને કહી આ વાત 
 
G-7 સમિટમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મૈક્રોએ શુક્રવારે જી-7 દેશોને અનુરોધ કરતા કહ્યુ કે તે ભારતમાં કોરોના વૈક્સીનના નિર્માણ માટે જરૂરી કાચા માલની નિકાસ પર રોકને હટાવી લે. 
 
રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મૈક્રોએ સભ્ય દેશોને આગ્રહ કર્યો કે કાચા માલ પર લાગેલ બૈન હટાવાય. તેમણે એ પણ સલાહ આપી કે તેનાથી ગરીબ દેશોમાં વૈક્સીનના ઉત્પાદનમાં મદદ મળશે.