પ્રતાપગઢમાં કરુણ દુર્ઘટના: ભારે વરસાદમાં 100 વર્ષ જૂનું મકાન ધરાશાયી, એક જ પરિવારના 6 લોકોના મોત
ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે એક દુઃખદ અકસ્માત સર્જાયો છે. કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના મહુલી ગામમાં આશરે 100 વર્ષ જૂનું મકાન અચાનક ધરાશાયી થતાં એક જ પરિવારના 6 સભ્યોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે પરિવારના તમામ સાત સભ્યો એક જ રૂમમાં સૂતા હતા. ભારે વરસાદને કારણે જૂનું મકાન તૂટી પડતાં તેઓ કાટમાળ નીચે દટાઈ ગયા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બચાવ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. લાંબા બચાવ અભિયાન બાદ તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા અને ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
મૃતકોમાં દંપતી, તેમનો પુત્ર, પુત્રવધૂ તેમજ બે નાના બાળકોનો સમાવેશ થાય છે. એકમાત્ર બચેલા સભ્યની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વ્યક્ત કર્યું દુઃખ
આ દુર્ઘટનાની જાણ થતાં જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને અધિકારીઓને રાહત અને બચાવ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી છે.
મુખ્યમંત્રીએ ઘાયલને શ્રેષ્ઠ તબીબી સારવાર ઉપલબ્ધ કરાવવા તેમજ પીડિત પરિવારને સરકાર તરફથી શક્ય તમામ સહાય પૂરી પાડવા પણ અધિકારીઓને નિર્દેશ આપ્યો છે. સાથે જ તેમણે ઘાયલ વ્યક્તિના વહેલા સ્વસ્થ થવાની કામના વ્યક્ત કરી
