શનિવાર, 23 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શનિવાર, 29 જુલાઈ 2023 (15:42 IST)

Prayagraj News: 7 મહિનાનું બાળક પ્રેગનેટ

- સરોજિની નાયડુ પીડિયાટ્રિક્સ હોસ્પિટલ
 

- શુક્રવારે  આઠ મહિનાના બાળકના પેટમાંથી આશ્ચર્યજનક રૂપે વધુ એક બાળક મળી આવ્યું - નાના બાળકના પેટમાં બાળક જોઈને ડોકટરોની ટીમ ચોંકી ઉઠી.
 
- બાળકના પેટનું જટિલ ઓપરેશન કરીને મૃત બાળકને અંદરથી બહાર કાઢવામાં આવ્યું હતું.
 
આશ્ચર્યની વાત એ છે કે, શુક્રવારે સરોજિની નાયડુ બાલ રોગ ચિકિત્સાલય (ચિલ્ડ્રન હોસ્પિટલ)માં આઠ મહિનાના બાળકના પેટમાંથી વધુ એક બાળક મળી આવ્યું હતું. નાના બાળક (પુરુષ)ના પેટમાં બાળક જોઈને તબીબોની ટીમ ચોંકી ઉઠી હતી. તે પણ આઠ મહિનાનો હતો. તેનું માથું, તેમાં વાળ, બંને હાથ અને પગ પણ બનેલા હતા. જો કે બાળક પેટની અંદર સંપૂર્ણ રીતે વિકાસ પામી શક્યું નહોતું.
 
બાળકના પેટના જટિલ ઓપરેશન બાદ મૃત બાળકને અંદરથી બહાર કાઢવામાં આવ્યું હતું. જે બાળકનું ઓપરેશન કરવામાં આવ્યું હતું તે હવે સ્વસ્થ છે અને ડોક્ટરોની દેખરેખ હેઠળ છે. ઓપરેશન કરનાર પ્રો. ડી. કુમારે તેને એક દુર્લભ કેસ ગણાવ્યો છે. તે કહે છે કે કદાચ આખી દુનિયામાં આવા 200 કિસ્સા બન્યા છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર, પાંચ દિવસ પહેલા તેમની ઓપીડીમાં  કુંડા (પ્રતાપગઢ)નો એક વ્યક્તિ તેના આઠ મહિનાના બાળકને લઈને આવ્યો હતો. બાળકની માતાનું જન્મ સમયે જ અવસાન થયું હતું.
 
બાળકનું પેટ ખૂબ જ ફૂલેલું હતું, તેને દુખાવો થઈ રહ્યો હતો. હાલત નાજુક હતી. તરત જ તેનું સીટી સ્કેન કરવામાં આવ્યું. બાળક પ્રેગ્નન્ટ હોવાનો રિપોર્ટ જાણીને સૌ કોઈ ચોકી ગયુ . તેને તાત્કાલિક ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને શુક્રવારે તેનું ચાર કલાકનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. મૃત બાળકને પેટમાંથી કાઢીને પેથોલોજી વિભાગમાં મોકલી આપવામાં આવ્યું છે. ડૉ.ડી. કુમારના મતે આવા કિસ્સાઓ ભાગ્યે જ જોવા મળે છે. પ્રયાગરાજમાં અને તેમના અત્યાર સુધીના તબીબી જીવનમાં આ પ્રથમ ઓપરેશન છે.
 
 પ્રયાગરાજમાં ઓપરેશન બાદ બાળકનાં પેટમાંથી ભ્રુણ બહાર કાઢવામાં આવ્યુ. માથું, તેના વાળ, હાથ અને પગ પણ આવી ગયા હતા. આ ફીટસ ઈન  ફીટસ નામનો રોગ થયો હતો. ક્યારેક ઇંડામાં શુક્રાણુ હોય ત્યારે જોડિયા બને છે. કેટલાક સંજોગોમાં, જોડિયામાંથી એક માતાના ગર્ભાશયમાં વિકાસ પામે છે અને બીજું  ભ્રૂણના પેટમાં જાય છે અને ત્યાં વિકાસ કરવાનું શરૂ કરે છે. આ એક પ્રકારનો રોગ છે, જેને ફીટસ ઈન  ફીટસ કહેવાય છે.