શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 20 જૂન 2019 (11:58 IST)

Live -મારી સરકાર દરેક દેશવાસીઓનું જીવન સુધારવા માટે સમર્પિત - રાષ્ટ્રપતિ કોવિંદ

રાષ્ટ્રપતિનુ સંબોધન શરૂ 

રાષ્ટ્રપતિએ કહ્યુ કે અન્ય દેશો સાથે સંબંધ મજબૂત થયા છે. 2022 માં ભરત જી-20 સંમેલનની મેજબાની કરવા જઈ રહ્યુ છે.  આંતરરાષ્ટ્રીય યોગ દિવસને વૈશ્વિક માન્યતા મળી રહી  છે. આ સમય પણ દુનિયાના અનેક ભાગમાં યોગ દિવસના કાર્યક્રમ ચાલી રહ્યા છે. આતંકવાદના મુદ્દા પર ભારતની વાત આજે દુનિયા સાંભળી રહી છે. અને મસૂદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવો તેની મિસાલ છે.  રાષ્ટ્રપતિએ કહ્યુ કે બિમસ્ટેક દેશના શપથ ગ્રહણમાં આવવુ પડોશી દેશો સાથે ભારતના મિત્રવત સંબંધો દર્શાવે છે.  પાસપોર્ટથી લઈને વીઝા સુધીની સુવિદ્યાઓ સહેલી બનાવાઈ છે. 

રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યુ કે દેશમાં દરેક બહેન-દીકરી માટે સમાન અધિકાર સુનિશ્ચિત કરાવાનો હેતુ ‘ટ્રિપલ તલાક’ અને ‘નિકાહ-હલાલા’ જેવી કુપ્રથાઓનું ઉન્મૂલન જરૂરી છે. હું તમામ સભ્યોને અનુરોધ કરીશ કે આપણી બહેન અને દીકરીઓના જીવનને વધુ સમ્માનજનક અને શ્રેષ્ઠ બનાવાના આ પ્રયાસોમાં પોતાનો સહયોગ આપે
 
કોવિંદે કહ્યુ કે મારી સરકાર ભ્રષ્ટાચારના વિરૂદ્ધ પોતાની ઝીરો ટોલરન્સની નીતિને વધુ મજબૂત કરશે. આજે ભારત દુનિયાનો સૌથી વધુ સ્ટાર્ટઅપ વાળા દેશોમાં સામેલ થઇ ગયું છે. ‘પ્રધાનમંત્રી મુદ્રા યોજના’ની અંતર્ગત, સ્વરોજગાર માટે લગભગ 19 કરોડની લોન અપાઇ છે. આ યોજનાનું વિસ્તરણ કરતાં હવે 30 કરોડ લોકોને તેનો લાભ પહોંચાડવાનો પ્રયાસ કરાશે. વેપારીઓને ગેરંટી વગર 50 લાખ રૂપિયા સુધીની લોન આપવાની યોજના લવાશે 
 
મારી સરકાર  અંતરિક્ષ ટેકનીકનો સારો પ્રયોગ કરવા પ્રયાસરત છે અને તેનો લાભ ખેડૂત વિપદાથી બચવા માટે કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યુ કે અંતરિક્ષમાં છિપેલા રહસ્યો જાણવા માટે પણ ભારત આગળ વધી રહ્યુ છે અને અમે ચંદ્રયાનને મોકલવાની તૈયારી કરી રહ્યા છીએ.  તેમણે કહ્યુ કે મે 2022 સુધી ગગનયાનમાં માનવ મોકલવા માટે પણ પ્રયત્ન કરી રહ્યા છે.  દેશની સુરક્ષાની તૈયારીઓમાં મિશન ગગન શક્તિ દ્વારા નવો આયામ જોડ્યો છે.  સ્પેસ સાયંસમાં પણ ઘણુ કામ કર્યુ છે. 
સુરક્ષિત અને સમૃદ્ધ ભારતનુ નિર્માણ 
 
રાષ્ટ્રપતિ કોવિંદે પોતાના સંબોધનમાં કહ્યુ કે દેશના લોકોને મૂળભૂત સુવિદ્યાઓ માટે પણ લાંબા સમય સુધી રાહ જોઈ. પણ હવે સ્થિતિઓ બદલાય રહી છે. દેશના દરેક વ્યક્તિને સશક્ત કરવુ મારી સરકારનુ ઘ્યેય છે. અમે હવે મૂળભૂત જરૂરિયાતોને પૂરી કરતા સરકાર તેમની આકાંક્ષાઓને પુર્ણ કરવા માટે સશક્ત, સુરક્ષિત અને સર્વમાવેશી ભારતના નિર્માણની દિશામાં આગળ વધી રહ્યા છે. નવા ભારતની પરિકલ્પના સૌનો સાથ સૌનો વિકાસ સૌના વિશ્વાસથી પ્રેરિત છે. રાષ્ટ્રપતિએ કહ્યુ કે વર્ષ 2022માં આઝાદીના 75 વર્ષમાં હવે નવ ભારતના અનેક લક્ષ્ય પ્રાપ્ત કરી ચુક્યા હશે. નવા ભારતના પથ પર શહેરી ભારત અને ગ્રામીણ ભારત બંનેનો વિકાસ થશે. મારી સરકારે 21 દિવસના ઓછા સમયમાં જ ખેડૂત, જવાન, મહિલાઓ માટે કામ કરવુ શરૂ કરી દીધુ છે. 
 
દેશને નિરાશામાંથી બહાર લાવ્યા 
 
રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યુ કે આ વખતે 78 મહિલા સાંસદ્દોની પસંદગી નવા ભારતની તસ્વીર પ્રસ્તુત કરે છે. ભારતની વિવિધતાઓ આ સત્રમાં દેખાય રહી છે. કારણ કે આ વખતે અનેક ક્ષેત્રોમાંથી સદસ્યો ચૂંટાઈને આવ્યા છે. રમત, શિક્ષા, વકાલત, ફિલ્મ, સમાજ સેવા દરેક ક્ષેત્રમાંથી આવેલા લોકો અહી હાજર છે.  તેમણે કહ્યુ કે દેશની જનતાએ ખૂબ જ સ્પષ્ટ જનાદેશ આપ્યો છે અને પહેલા કાર્યકાળના મૂલ્યાંકન પછી બીજીવાર મોટો જનાદેશ આવ્યો છે. 2014 પહેલાનુ વાતાવરણથી બધા દેશવાસી પરિચિત છે અને દેશને નિરાશાના વાતાવરણમાંથી બહાર કાઢ્યુ છે. મારી સરકારે સૌનો સાથ સૌના વિકાસના નારા પર કામ કર્યુ છે. જ્યા કોઈની સાથે ભેદભાવ નથી. મારી સરકાર પહેલા દિવસથી જ દેશવાસીઓનુ જીવન સુધારવા, કુશાસનથી ઉભી થયેલ મુસીબત દૂર કરવા માટે સમર્પિત છે.
 
સંસદના સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિનુ સંબોધન શરૂ થઈ ચુક્યુ છે. રાષ્ટ્રપતિએ મહાત્મા ગાંધીની 150મી જયંતી વર્ષમાં સંસદના પહેલા સત્રને સંબોધિત કરવા પર હર્ષ બતાવ્યો અને નવા ચૂંટાયેલા સાંસદોને શુભેચ્છા આપી. તેમણે કહ્યુ કે 61 કરોડ વોટરોએ નવો કીર્તિમાન સ્થાપિત કર્યો અને દેશનુ માન વધાર્યુ છે. ચૂંટણીમાં મહિલાઓની ભાગીદારી પણ પુરૂષોને બરાબર રહી છે. રાષ્ટ્રપતિએ લોકસભાના નવા અધ્યક્ષ ઓમ બિડલાને પણ શુભેચ્છા આપી.   
 
અહીં 17મી લોકસભાના પહેલાં સત્રને રાષ્ટ્રપતિ થોડીકવારમાં સંબોધશે. પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિ નવી સરકારના એજન્ડા અને નીતિઓને સંયુકત બેઠકમાં સામે મૂકશે. નવી લોકસભાની રચના બાદ નવા ચૂંટાયેલા સાંસદોના શપથ અપાવી ચૂકયા છે. 
 
રાષ્ટ્રપતિના સંબોધનમાં મોદી સરકાર આગામી પાંચ વર્ષમાં કયા ટ્રેક પર ચાલશે તેની ઝલક જોવા મળી શકે છે. 17 જૂનથી શરૂ થયેલા લોકસભા સત્રના શરૂઆતના બે દિવસમાં સાંસદોએ શપથ લીધા અને બુધવારે લોકસભા અધ્યક્ષની પસંદગી કરવામાં આવી હતી.
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને ગૃહના સાંસદોને બેઠકની સાથે ડિનરનું પણ આંમત્રણ આપ્યું છે. આ ડિનર અશોકા હોટલમાં રાખવામાં આવ્યું છે.