શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2019-20
Written By
Last Updated : ગુરુવાર, 31 જાન્યુઆરી 2019 (11:39 IST)

Budget session 2019 live: રાષ્ટ્રપતિ બોલ્યા - સામાજીક અને આર્થિક ન્યાયના આદર્શો સાથે દેશ આગળ વધી રહ્યો છે

સંસદ (Parliament) નુ ગુરૂવાઅરથી શરૂ થઈ રહેલ બજેટ સત્ર (Budget session live updates)  હંગામેદાર રહેવાની આશા છે. જ્યા એક બાજુ સરકાર લોકલોભાવની જાહેરાતો કરી શકે છે તો બીજી બાજુ વિપક્ષ રાફેલ વિમાન સૌદા, ખેડૂતો સાથે જોડાયેલ વિષયો સહિત અનેક મહત્વપૂર્ણ વિષયો પર સરકારને ઘેરશે. સંસદનુ બજેટ સત્ર 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી ચાલશે અને આ વર્તમન સરકાર હેઠળ સંસદનુ અંતિમ સત્ર રહેશે.  જેની શરૂઆત ગુરૂવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તરફથી સંસદના બંને સદનોની સંયુક્ત બેઠકના સંબોધન સાથે થશે.  નાણાકીય મંત્રી પીયૂષ ગોયલ શુક્રવારે અંતરિમ બજેટ રજુ કરશે અને એવી આશા છે કે સરકાર તેમા સમાજના વિવિધ વર્ગોના કલ્યા સાથે જોડાયેલ અનેક ઉપાયોની જાહેરાત કરી શકે છે. 
 
સત્ર શરૂ થતાં પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયાને સંબોધિત કર્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિ આજે બંને ગૃહને સંબોધિત કરશે. આપણે બધાએ જોયું કે આજે દેશમાં એક જાગૃતતા છે. દરેક નાગરિક ગૃહની ગતિવિધિને ખૂબ જ બારીકાઇથી જુએ છે. દરેક વ્યક્તિ સુધી તમામ સારી વાતો પહોંચે છે. તેમણે કહ્યું કે ગૃહમાં જો ડિબેટ ના થાય તો તેમના પ્રત્યે સમાજમાં નારાજગી પેદા થાય છે. તેમણે કહ્યું કે આશા રાખું છું સાંસદ જનભાવનાને ધ્યાનમાં રાખતા બજેટ સત્રનો ઉપયોગ ઊંડાણપૂર્વક અને વિસ્તારથી ચર્ચામાં ભાગ લેતા કરશે. તેમણે કહ્યું કે અહીંના સારા માહોલનો લાભ સંસદીય ક્ષેત્રમાં પણ મળશે. તેમણે કહ્યું કે ગૃહમાં ખુલ્લા મનથી ચર્ચા થાય, સરકાર તેનું સ્વાગત કરશે.

આવતીકાલે રજૂ થનારુ બજેટ મોદી સરકારના હાલના કાર્યકાળનું છેલ્લુ બજેટ છે. માનવામાં આવી રહ્યું છે કે આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર આ બજેટમાં ખેડૂતો અને મધ્યમ વર્ગને અનુલક્ષીને જાહેરાતો કરી શકે છે. બજેટ પહેલા આર્થિક સર્વક્ષણ રજૂ થવાની શક્યતા નથી.